Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સગીરને તમાકુ અને બીડી વેંચતા વધુ એક વેપારી સામે ગુનો નોંધી ધરપકડ

એ-ડિવીઝન પોલીસે ગોંડલ રોડ સત્યવિજય આઇસ્ક્રીમ પાસે બાલાજી પાનવાળા મોહિત નિમાવત સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૫: સગીર વયના છોકરાઓને ગુટખા-તમાકુનું સેવન કરતાં અટકાવવા સરકારના જાહેરનામા અંતર્ગત પોલીસે સગીરોને તમાકુ વેંચનારા ધંધાર્થીઓ સામે જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ ગુના નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે તે અંતર્ગત એ-ડિવીઝન પોલીસે ગોંડલ રોડ સત્ય વિજય આઇસ્ક્રીમ પાસે આવેલી બાલાજી પાન નામની દૂકાનના સંચાલક મોહિત પ્રફુલભાઇ નિમાવત (ઉ.૩૨-રહે. ગુરૂપ્રસાદ સોસાયટી મેઇન રોડ) સામે જુવેનાઇલ જસ્ટીસ ૨૦૧૫ની કલમ ૭૭ મુજબ સગીર વયના કિશોરને તમાકુ વેંચવા સબબ કાર્યવાહી કરી છે.

પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાલાજી પાન ખાતે એક કિશોર તમાકુની પડીકી અને બીડી લેવા આવતાં તેને દૂકાનદારે આ વસ્તુનું વેંચાણ કરતાં તેને રંગેહાથ પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, એએસઆઇ આર. ડી. ગોસાઇ, હેડકોન્સ. ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડી. ડી. જાડેજા, કોન્સ. નરેશભાઇ ઝાલા, મહિલા કોન્સ. અનસુયાબેન કુબાવત સહિતે આ કાર્યવાહી કરી હતી.

(2:52 pm IST)