Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

હાલના આંદોલનકારીઓ પોતાના સ્વાર્થ માટે કામ કરે છે:પાટીદાર સમાજને ગુમરાહ કરે છે :બંધારણીય જોગવાઈ મુજબ અનામત મળવી શક્ય નથી તેવો હરીશ સાલવેનો અભિપ્રાય ;તો પણ ઢંઢેરામાં આવી વાત સામેલ કરી પાટીદાર સમાજને ગુમરાહ કરાય છે ;પાટીદાર ઓર્ગેનાઇઝેશન કમિટીની સાફવાત :ખોડલધામ-કાગવડની પણ સાફવાત ;અમે કોઈપણ પક્ષની ફેવર કે અનફેવર કંઈ કરતા નથી :પરેશભાઈ ગજેરા

રાજકોટ ;એક ખાનગી ટીવી ચેનલના હેવાલ મુજબ પાટીદાર ઓર્ગેનાઇઝેશન કમિટીની પત્રકાર પરિષદમાં જણાવાયેલ કે પાટીદાર સમાજની સંસ્થા કોઈપણ પક્ષ સાથે જોડાયેલ નથી આંદોલનકારીઓ પોતાના સ્વાર્થ માટે કામ કરે છે આંદોલનકારી (નિર્દેશ ''પાસ 'ની લડત તરફ દર્શાય છે )પાટીદાર સમાજને ગુમરાહ કરે છે પ્રવક્તાએ કહ્યું કે આંદોલનના પ્રમુખ મુદ્દાઓ અંગે સરકાર સાથે સમાધાન થઇ ગયું છે આર્બીટ્રેટર તરીકે પોતાનો રોલ સંસ્થાએ નિભાવ્યો છે સરકારે અમલ પણ કર્યો છે

  સુપ્રીમકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી હરીશ સાલવેનો અમે અભિપ્રાય માંગેલ જે આજે આવ્યો છે કે બંધારણીય જોગવાઈ અન્વયે અનામત અપાવી શક્ય નથી ત્યારે કોંગ્રેસના ઢંઢેરામાં અનામત અંગેની ફોર્મ્યુલા સાથે હરેશ સાલવેનો અભિપ્રાય મળતો નથી આમ માત્ર પાટીદાર સમાજને ગુમરાહ કરી ચૂંટણી પસાર કરવાની વાત છે તેમ ઝ્ઈ 4 કલાક ટીવી ચેનલમાં પ્રસારિત થયું છે

  બંધારણમાં શક્ય નથી તેને આગળ ધરીને પાટીદાર સમાજના મત લેવા પ્રયાસ થઇ રહ્યાં છે તેને પાટીદાર સમાજ પસંદ નથી કરતુ પાટીદાર સમાજ આને સખ્ત શબ્દોમાં નકારી કાઢે છે

  પાટીદાર ઓર્ગેનાઇઝેશન કમિટીની પત્રકાર પરિષદમાં કહેવાયેલ કે ખોડલધામ-કાગવડના ચેરમેન શ્રી પરેશભાઈ ગજેરા,શ્રી હંસરાજભાઇ ગજેરા પણ મિટિંગમાં હાજર હતા તેમણે કહેલ કે ધાર્મિક સંસ્થામાં કોઈપણ રાજકીય પક્ષ ,સંસ્થા,સમાજના લોકો દર્શનાર્થે મળવા આવે છે ''પાસના હાર્દિક પટેલ પણ એ જ રીતે શુભેચ્છા મુલાકાતે આવેલ તેમની સાથે બીજી કોઈ વાત થઇ નથી અને તેમને સમર્થનની કોઈ વાત નથી

  દરમિયાન ખોડલધામ કાગવડના ચેરમેન શ્રી પરેશભાઈ ગજેરાનો સંપર્ક કરતા તેઓશ્રીએ ''અકિલા''ને રાત્રે જણાવેલ કે અમે કોઈપણ પક્ષની 'ફેવર ''પણ કરતા નથી કે અનફેવર પણ નથી કરતા

 

(10:41 pm IST)