Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપતા હર્ષદ ઠાકર : આર્શીવાદ સંમેલનનો વિરોધ

રાજકોટ, તા. ૫ : ભાજપ વોર્ડ નં. ૨૦ના પૂર્વ પ્રમુખ અને એન. જી. ઓ. સેલમાં વાઈસ પ્રેસીડેન્ટનો હોદ્દો ધરાવતા હર્ષદ ઠાકરે આજે તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દીધાનું તેઓની એક યાદીમાં જણાવાયું છે.

મહાદેવ સેના રાજકોટ શહેર પ્રમુખ હર્ષદ ઠાકરે વધુમાં જણાવેલ કે આવતીકાલે બ્રાહ્મણો દ્વારા આયોજીત આર્શીવાદ સંમેલનનો વિરોધ કરૃ છું.

તાજેતરમાં દિવ્યનીલ રાજયગુરૃ ઉપર થયેલ હુમલાની ઘટનાનો વિરોધ કરતા કહ્યું કે મારો સમાજ ભાજપના શાસનમાં સલામત નથી એવું હું માનું છું અને ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધાનું અંતમાં જણાવાયું છે.(૩૭.૧૬)

 

(5:16 pm IST)