Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

મનમોહનસિંઘના આગમન પૂર્વે એસપીજી દ્વારા કબા ગાંધીના ડેલા સહિતના મુલાકાત સ્થળોએ સઘન ચેકીંગ

રાજકોટઃ. પરમ દિવસે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ રાજકોટના કોંગ્રેસી ઉમેદવારોના પ્રચારાર્થે આવી રહ્યા છે તે પૂર્વે સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ દ્વારા તેમની સલામતી વ્યવસ્થા સઘન બનાવવા તેઓ જે જે સ્થળોની મુલાકાત લેવાના છે ત્યાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. તસ્વીરમાં મહાત્મા ગાંધી અને કસ્તુરબાની ઐતિહાસિક યાદી રૃપ કબા ગાંધીના ડેલામા એસપીજીની ટુકડી સઘન ચેકીંગ કરી રહેલી નજરે પડે છે. મનમોહનસિંઘજી એરપોર્ટથી સીધા કબા ગાંધીના ડેલાની મુલાકાત માટે જશે. ત્યાંથી હોટેલ ઉપર અને બાદમાં આત્મીય કોલેજના વિશાળ સભા હોલમાં યોજાયેલી સભાને સંબોધશે(ફોટોઃ સંદીપ બગથરીયા)

 

(5:14 pm IST)