Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

વિજયભાઈના સમર્થનમાં 'નુંકડ - શેરી નાટક'

રાજય સરકારની સિદ્ધિઓ વર્ણવશે કલાકારો

રાજકોટ, તા. ૫ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સમર્થનમાં શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ શેરી નાટકમાં ''રાજકોટ કા બેટા ગુજરાત કા નેતા'', ''શાન હમારી વિજય રૂપાણી'', હું છું વિકાસ હું છું ગુજરાત જેવા સ્લોગનો રાખવામાં આવ્યા છે.

શેરી નુક્કડ કાર્યક્રમમાં અપૂર્વભાઈ મહેતા, સંજય વાધર, ઈશ્વરભાઈ પટેલ - ગાંધીનગર, પિયુષભાઈ પટેલ, ગૌરાંગભાઈ મણીયાર, નેમીષભાઈ ભાલોડીયા વિ. જોડાયા છે.

આ નાટકમાં સામાન્ય વર્ગ, ગરીબ વર્ગને લાભ મળી રહ્યા છે એવી યોજનાઓ જેવી કે આરોગ્ય માટે માં ''અમૃતમ યોજના'', સેવા સેતુ કાર્યક્રમ, રાજકોટની જનતાને જે યોજનાથી ગર્વ છે એવા માં નર્મદાના પાણી લાવનાર ''સૌની યોજના'' વિદ્યાર્થીઓ માટે ''સ્વાવલંબન યોજના'', ટોકન દરે ''ટેબ્લેટ યોજના'', વૃદ્ધોને દર્શન જાત્રા કરાવતી શ્રવણ યોજના ગરીબ બહેનોને લાકડા - કોલસા - કેરોસીનમાંથી મુકિત અપાવનાર ઉજ્જવલા યોજના અને પંડિત દિન દયાળ જન ઔષધી સ્ટોર દ્વારા સસ્તી દવાઓ જેવી અનેક યોજનાઓનો સમાવેશ કરેલ છે. જે યોજનાઓને નાટક સ્વરૂપ રજૂ કરવામાં આવે છે.(૩૭.૧૨)

 

(4:47 pm IST)