Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

સાયલાના ગઢવાવમાં નીકુલ કોળીએ ઝેરી દવા પી લેતા સારવારમાં

પિતાએ કામ બાબતે ઠપકો આપતા પગલુ ભર્યું

રાજકોટ, તા. પ : સાયલાના ગઢવાવ ગામમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ ગઢવાવ ગામમાં રહેતો નીકુલ ગાંડુભાઇ સાકરીયા (ઉ.વ.૧૬) ગઇકાલે પોતાના ઘરે હતો તયારે તેના પિતાએ કામ બાબતે ઠપકો આપતા લાગી આવતા તેણે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે પોલીસે તપાસ આદરી છે.

 

(4:41 pm IST)