Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

સામાજીક પરિવર્તન માટે શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો, સેલ્ફ ફાયનાન્સ સ્કુલ એસોશિએસન અને સેલ્ફ ફાયનાન્સ કોલેજ એસોશિએશનના સંયુકત ઉપક્રમે ''નારી તું નારાયણી'' મહા મહીલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ જેમાં સાતેક હજારથી પણ વધારે મહિલાઓ ઉમટી પડેલ. આ મહીલા મહા સંમેલનમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે વર્તમાન સમયમાં શિક્ષકો સામાજીક પરિર્વતન ક્ષેત્રે મુખ્ય ભૂમિકા ભજવી શકે ઉપરાંત કેન્દ્રિય કપડા, સૂચના અને પ્રસારણ મંત્રી શ્રીમતિ સ્મૃતિ ઇરાનીએ નારી જગતનાં સશકિતકરણ માટે નારી જ આગળ આવે અને આગેવાની લે એમ જણાવેલ કાર્યક્રમની શરૂઆતમાં સૌરાષ્ટ્રનાં જાણીતા વકતા કુ.વૈશાલિ પારેખે ઉપસ્થિત મહિલાઓને પ્રેરક ઉદ્બોધન કરેલ અને ત્યારબાદ જાણીતા હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાએ વિશાળ મેદનીને મનોરંજન પુરૂ પાડેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયોતિબેન રાવલ દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતિ અંજલિબેન રૂપાણી અને ભાનુબેન બાબરીયાનાં માર્ગદર્શન હેઠળ નેહલ શુકલ, મેહુલ રૂપાણી, ડી.વી.મહેતા, અજય પટેલ, અવધેશ કાનગડ, ડી.કે.વડોદરિયા, મેહુલ પરડવા, રશ્મિકાંત મોદી, ક્રિષ્ણકાંત ધોળકીયા, શૈલેષ જાની, જય મહેતા, દર્શન પરીખ વગેરેએ જહેમત ઉઠાવેલ.

(4:40 pm IST)