Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ભાજપે ગૌવંશ હત્યાનો કાયદો લાવી ગાયોની કતલ અટકાવી : લોક કલ્યાણને પ્રાધાન્ય આપ્યુ

કોંગી શાસનમાં દેશ તમામ ક્ષેત્રે ખાડે ગયો : ગોવિંદભાઈ

રાજકોટ તા. ૫ : પુર્વ કૃષિમંત્રી અને રાજકોટ-૭૦ના ભાજપાના ઉમેદવાર શ્રી ગોવિંદભાઇ પટેલે કોંગ્રેસના શાસનના ઉંદ્યા કાંટા ૫ર પ્રહાર કરતા કહયું હતું કે આપણો દેશ કૃષિપ્રધાન છે. કૃષિ અને પશુપાલન આ૫ણા પાયાના વ્યવસાય ગણાય. ૫રંતુ કોંગ્રેસના ૬૦ વર્ષના કુશાસનમાં ૫શુપાલનને પ્રોત્સાહન બદલે કોંગ્રેસે કતલખાનાને પ્રોત્સાહન આપ્યું હતું અને કૃષિ અને ખેતીનો મૂળ આધાર સિંચાઇ અને પાણી હોય તેના પ્રત્યે દુલક્ષ સેવીને ખેતરો-વાડી-વનને પાયમાલ કર્યા હતા. જયારે ભાજપે ગૌ વંશ હત્યાનો કાયદો પસાર કરીને ગાયોની કતલ અટકાવી છે.

વિદ્યાનસભા-૭૦ના પ્રચાર માટે લોકસંપર્ક અને લોક સંમેલનો ઘ્વારા ભાજપાનો વિજય વધુ મજબુત બનાવવા માટે શ્રી ગોવિંદભાઇએ વિકાસ યાત્રાનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો. તેમણે કહયું હતુ કે ભાજપાના રર વર્ષના શાસનમાં જે કંઇ વિકાસ થયો છે તેનાથી ગુજરાત અને ગુજરાતી સલામત અને સુખશાંતિ અનુભવી રહ્યા છે.

વિવિદ્ય વર્ગો માટે બનાવેલી કલ્યાણકારી યોજનાના અસરકારક અમલ થકી ભાજ૫ની રાજય સરકારે લોકોના હદય જીતી લીધાં છે. ગરીબો માટે શ્રમજીવી અન્નપૂર્ણા યોજના ઘડી છે તો ગરીબ દર્દીઓ માટે મા અમૃતમ યોજનાની ભેટ દ્યરી છે. સામાન્ય વર્ગ માટે તથા દરેક વર્ગને ફાયદો થાય તેવી જેનેરીક દવાની યોજના ૫ણ અમલમાં મૂકી છે.

અન્નપૂર્ણા યોજના ઘ્વારા શ્રમિકોને માત્ર દસ રૂપિયામાં ભરપેટ ભોજન આ રાજય સરકાર જ આપે છે. મા અમૃતમ યોજના દ્વારા અનેક ગરીબ દર્દીઓને આ વ્યાધિ સમયે મદદ ૫હોંચાડી છે. મહિલા સુરક્ષાની અભયમ હેલ્પલાઇન હોય કે ૫છી ૧૦૮ હોય કે ૫છી એનીમલ હેલ્પલાઇન હોય. ભાજ૫ સરકારે છેવાડાના માનવી તો ઠીક મૂંગા-અબોલ પશુઓનો ૫ણ ખ્યાલ રાખ્યો હોવાનંુ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:19 pm IST)