Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

આવાસ - ઝુપડપટ્ટીના પ્રશ્ને લડીશ

રાજકોટ-૬૯ના અપક્ષ ઉમેદવાર હરીભાઈ પરમાર કહે છે ઝુપડપટ્ટીના બાળકોને સ્થાનિક જ શિક્ષણ મળી રહે તેને અગ્રતા : ભ્રષ્ટાચાર નાબુદ કરીશ

રાજકોટ, તા. ૫ : રાજકોટ-૬૯ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર હરીભાઈ પરમાર અને તેના કાર્યકરોની ટીમ દ્વારા પ્રચાર - પ્રસારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેઓએ જણાવેલ કે ઝુપડપટ્ટીના બાળકોને તેમના ઘર નજીક જ શિક્ષણ મળી રહે તેને અગ્રતા આપીશ. ભ્રષ્ટાચાર નાબુદ કરવાના પૂરતા પ્રયત્નો કરીશ.

તેઓએ જણાવેલ કે સરકારી શાળાઓમાં પણ ખાનગી શાળાઓની જેમ શિક્ષણ મળી રહે તેવી અગ્રતા આપવામાં આવશે. ભ્રષ્ટાચાર નાબુદ કરવાના પૂરતા પ્રયત્નો કરીશ. રોજગારીની તકો મળે તેવા પ્રયાસો કરીશ.

તસ્વીરમાં ખેતીકામ કરતા અને સામાજીક કાર્યકર હરીભાઈ પરમાર તેમજ ભીમજીભાઈ સિંધવ, સુરેશભાઈ મકવાણા, રમેશભાઈ બેડવા, હકાભાઈ વાડદીયા, દિનેશભાઈ પરમાર, મગનભાઈ, નાથાભાઈ, રણછોડભાઈ પરમાર, દેવજીભાઈ બેડવા અને ભુપતભાઈ મકવાણા નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૮)

 

(4:18 pm IST)