Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

રૂ.ચાર લાખનો ચેક પાછો ફરતા આરોપીને કોર્ટમાં હાજર થવા હુકમ

રાજકોટ તા. પ : અત્રેના વિશાલભાઇ જાદવજીભાઇ જોઇસરએ એકાદ વર્ષ પહેલા તેમના મીત્ર અને ઓળખાણનો સબંધ ધરાવતા કિરીટભાઇ નથુભાઇ ડોબરીયાને હાથ ઉંછીની રકમ રૂ. ૪,૦૦,૦૦૦ લાખ પુરા મદદ માટે આપેલા જે રકમ પરત માંગતા આ કામના આરોપીએ તેમના ખાતા વાળી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રણછોડનગર બ્રાંચ, રાજકોટ,નો ચેક આપેલો જે ચેક ફરીયાદી એતેમની બેંક આઇસીઆઇસીઆઇ બેંક, રણછોડનગર બ્રાંચ રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક ફંડ્સ ઇન્સફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ જેથી કોર્ટમાં ફરીયાદ થતા કોર્ટે સમન્સ કાઢેલ છે.

આમ ફરીયાદીએ ચેક બિન ચુકતે પરત ફરેલ છે તેની આ કામના આરોપીને રૂ.૪૦,૦૦૦ લાખ પુરા ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલો નહી તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ અતુલ સી.ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના મહેરબાન ચીફ જયુ. મેજીસ્ટ્રેટે આરોપી કિરીટભાઇ નથુભાઇ ડોબરીયાને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.(૬.૧૮)

 

(4:17 pm IST)