Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

પડધરીના કરિયાણાના વેપારીને થયેલ સજાનો હુકમ અપીલ કોર્ટમાં નામંજુર

રાજકોટ, તા. પ : પડધરી ગામમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવતા સવજીભાઇ લાલજીભાઇ વસાણીને જે.એમ.એફ.સી. કોર્ટે કરેલ સજાનો હુકમ રદ કરીને એડી. સેશન્સ કોર્ટ સેટ એ સાઇટ કરવાનો હુકમ કર્યો હતો.

આ કેસનું ટુંકમાં હીકકત એવી છે કે, આ કામના આરોપી પડધરી ગામમાં મેઇન બજારમાં અનાજ કરિયાણાની દુકાન વાળા સવજીભાઇ લાલજીભાઇ વસાણીની દુકાન ધરાવીને વેપાર કરતા હતાં. ત્યારે તા. ર૮/૭/૧૯૯રના રોજ ફુડ ઇન્સ્પે. એ.ચેક. ધોકીયાનાઓએ આરોપીની કરિયાણાની દુકાનમાંથી લુજ દરેળી હળદરનો નમુનો નમુનો ચકાસણી માટે લીધેલ હતો અને જે નમુનો નિયત ધોરણ મુજબનો ન હોવાથી ફુડ ઇન્સ્પે. એ જયુડી. મેજી. કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી.

આ ફરીયાદનો કેસ ચાલી જતા આરોપી સવજીભાઇ લાલજીભાઇને ફુડ એકટની કલમ હેઠળ તકસીરવાન ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ. પ૦૦૦/-નો દંડ અને જો દંડની રકમ આરોપી ભરપાઇ ન કરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કોર્ટે કરેલ હતો.

આરોપી સવજીભાઇ લાલજીભાઇ વસાણી તરફે ધારાશાસ્ત્રી શ્રી અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નસીત, રાકેશ ભટ્ટ, જીજ્ઞેશ વિરાણી, કમલેશ ઉધરેજા, અમૃતા ભારદ્વાજ, શ્રીકાંત મકવાણા, સુમીત વોરા, ગૌરાંગ પી. ગોકાણી રોકાયા હતાં. (૮.૧પ)

 

(4:17 pm IST)