Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

પેલેસ રોડ પરથી કનકલાલ કારેલીયાની ર૮ હજારની સ્પોટસ સાયકલની ચોરી

લુહાર વૃધ્ધ વેપારીએ એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવીઃ સીસીટીવી ફુટેજના આધારે તપાસ

રાજકોટ, તા., પઃ પેલેસ રોડ પર આવેલ કે. દામજીભાઇ એન્ડ સન્સના નામની દુકાન પાસે પાંચમા સપડેલા લુહાર વેપારીએ પાર્ક કરેલી સ્પોર્ટસ સાયકલ ઉઠાવગીર ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ સામે વૃંદાવન સોસાયટી મેઇન રોડ મધુવન ગ્રીન સીટીમાં રહેતા અને પેલેસ રોડ પર કે.દામજીભાઇ એન્ડ સન્સ નામની દુકાન ધરાવતા કનકલાલ દામજીભાઇ કારેલીયા (ઉ.વ.૬૧) ગત તા.૧૯-૮ના રોજ તોતાની સ્પોર્ટસ સાયકલ લઇને પોતાની દુકાને ગયા હતા અને સાયકલ લોક માર્યા વગર દુકાન પાસે પાર્ક કરી હતી. અડધો કલાક બાદ લુહાર વૃધ્ધ દુકાનની બહાર આવ્યો ત્યારે પોતાની સાયકલ નજરે ન પડતા તેણે આજુબાજુની શેરીમાં તથા આસપાસના વિસ્તારમાં શોધખોળ આદરી હતી. વૃધ્ધે સીસીટીવી ફુટેજ તપાસતા તેમાં એક રપ થી ૩૦ વર્ષનો અજાણ્યો શખ્સ રૂ. ર૮૦૦૦ની કિંમતની સ્પોર્ટસ સાયકલ લઇ જતો નજરે પડતા કનકલાલ કારેલીયાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ જી.એમ.રાઠવાએ તપાસ આદરી છે.

(4:17 pm IST)