Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

રાજકોટમાં કોફી વીથ કલેકટર : ૮૦ વર્ષથી વધુ વયના મતદારોનું સન્માન

અને અજીમા ... ભાવુક બની ગયા... : રાજકોટ શહેર-જીલ્લામાં ૮૦ વર્ષથી વધુ વયના પ હજાર જેટલા મતદારોમાંથી ૧૦૦થી વધુ મતદારોનું રાજકોટ ખાતે ગત સાંજે કોફી વીથ કલેકટર કાર્યક્રમ અંતર્ગત રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા ભવ્ય સન્માન કરાયું હતું. કલેકટરે આ તકે યુવાનોને વડીલોમાંથી પ્રેરણા મેળવી અચૂક મતદાન કરવા અપીલ  કરી હતી. આ તકે ઉપલેટાના ૧ર૬ વર્ષની વયના અજીમા ચંદ્રાવાડીયા દીપ પ્રગટાવ્યા બાદ ભાવુક બની ગયા હતા, તેમણે પણ અચૂક મતદાન કરવા જવાનો કલેકટરને કોલ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. તસ્વીરમાં ઉદ્બોધન કરતા કલેકટર, બીજી-ત્રીજી તસ્વીરમાં અજીમા અને તેમનું બહુમાન કરતા લેકટર ડો. વિક્રાંત પાંડે, નીચેની તસ્વીરમાં વયોવૃદ્ધ મતદારો તથા છેલ્લી બે તસ્વીરમાં કલેકટર સાથે અજીમા-તેમનો પરિવાર નજરે પડે છે. (તસ્વીર : નીતિન પારેખ)

(4:16 pm IST)