Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

૯ મીએ મતદાનનાં રોજ રજા રાખજો અથવા કર્મચારી મત આપી શકે તે માટે વ્યવસ્થા કરવી

ગુમાસ્તાધારા હેઠળ કોર્પોરેશનનું જાહેરનામુ

રાજકોટ તા. પ :.. આગામી તા. ૯ ડીસેમ્બરને શનિવારે ગુજરાત વિધાનસભાની ચુંટણીનું પ્રથમ તબકકાનું મતદાન છે. આથી દિવસે રજા રાખવા અથવા કર્મચારીઓ મતદાન માટે જઇ શકે. તેવી વ્યવસ્થા કરવા બાબતે મ્યુ. કોર્પોરેશન દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.

આ અંગે સહાયક કમિશ્નરની શ્રીકગથરાની યાદીમાં જણાવાયા મુજબ ગુજરાત વિદાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૭ બે તબક્કામાં એટલે કે તા.૯-૧૨-૨૦૧૭ શનિવાર અને તા.૧૪-૧૨-૨૦૧૭ ગુરૂવારના રોજ યોજાનાર છે.

આથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનયમ-૧૯૪૮ની કલમ-૧૮(૧)(બ)(ક) હેઠળ શ્રમયોગીઓ/કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીય અને ખાનગી બેંકો સહકારી બેંકો અને રાજ્ય તથા કેન્દ્રસરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરી, રેલ્વે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણીજય, સંસ્થાઓ, હોટલ, ઓદ્યોગિક, એકમો, કારખાનાઓ, ફેકટરી, સરકારી હોસ્પિટલ, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/કચેરીઓ માટે તા.૯-૧૨-૨૦૧૭ શનિવારના રોજ ચુંટણીના સંબધિત દિવસે ઉકત સમગ્ર વિસ્તારમાં જે દિવસે અઠવાડીક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં બદલીમાં મતદાનના દિવસે રજા આપવી.

અને જો સંબધિત વિસ્તારમાં કોઇ કારણસર તેમ ન થઇ શકે તેમ હોય તો ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારીઓ/શ્રમયોગીઓને મતદાન માટે વારાફરતી ૩ (ત્રણ) કલાકની ખાસ રજા આપવી આથી જણાવવામાં આવે છે.

 

(4:14 pm IST)