Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ભાજપ પર 'ઓખી' બનીને ત્રાટકતા માયાવતીઃ તીવ્ર પ્રહારો

વરસતા વરસાદમાં બસપા સુપ્રિમોની રેસકોર્સમાં સભાઃ કોંગ્રેસ પણ નિશાને

રાજકોટ : બહુજન સમાજના સુપ્રિમો માયાવતીજી આજે રાજકોટની મુલાકાતે છે અન ઝરમર વરસાદી માહોલમાં રેસકોર્સ મેદાનમાં માયાવતીજી વાવાઝોડૂં બનીને ભાજપ પર ત્રાટકયા હતા. તીવ્ર પ્રહારો કર્યાહતા.  માયાવતીજીએ મોદી સરકાર પર આકરા પ્રહારોકરતા જણાવ્યું હતું કે, નોટબંધીથી સામાન્ય લોકોને પરેશન કર્યા છે અને કાળાનાણા સફેદ કર્યા છે. ગુજરાતમાં દલિતોની સ્થિતિ અંગે પણ માયાવતીજીએ આક્રમક વલણ દર્શાવ્યું હતું. રેસકોર્સમાં આજે સવારે ૧૧ વાગ્યે માયાવતીજીની  સભાનું આયોજન હતું. પરંતુ ખરાબ વાતાવરણના કારણે તેઓ છે કે અઢી વાગ્યે સભા સ્થળે પહોંચી શકયા હતાં. સભા સમયે ઝરમર વરસાદ ચાલુ હતો છતાં શ્રોતાઓ ભીંજાતા-ભીંજાતા બેસી રહ્યા હતાં.  માયાવતીજીએ શ્રોતાઓની સરાહના કરતા કહયું હતું કે, બસપાનો જનાધાર વધ્યાનો આ સંકેત છે. ઇવીએમના ગોટાળા  અંગે પણ માયાવતીજીએ પ્રશ્નો ઉઠાવ્યા હતાં. યુપીની સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં બસપા એ સારો દેખાવ કરતા માયાવતીજીએ ત્યારે પણ કહયું હતું કે, મશીનને બદલે મત પત્રકથી ચૂંટણી થઇ હોત તો બસપા હજુ પણ વધારે સારો દેખાવ કરી શકત. વરસાદ અને સભામાં મોડું થવાના કારણે લોકો ઓછા  ઉમટયા છે. આ લખાય છે ત્યારે પણ સભા ચાલુ છે. તસ્વીરમાં બહેનજી માયાવતીજી સાથે બસપાના સ્થાનીક અગ્રણીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:41 pm IST)