Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

જયજવાન જય કિશાન સોસાયટી પાસે ભાજપ, કોંગ્રેસ અને આપના પ્રચાર પોસ્ટર ફાટયા

રાજકોટ, તા., ૫: મોરબી રોડ પર આવેલ જય જવાન જય કિશાન સોસાયટી મેઇન રોડ પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પોસ્ટરો અજાણ્યા શખ્સોએ ફાડયા હોવાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ જય જવાન જય કિશાન સોસાયટી મેઇન રોડ પર ચુંટણી પ્રચાર માટેના લગાવેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના લગાવેલા પોસ્ટરો કોઇએ ફાડી નાખ્યા હોવાની જાણ કરતા બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ ડી.એચ.ઝાલા સહીતે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. જેમાં ભાજપનું એક, કોંગ્રેસના ચાર અને આમ આદમી પાર્ટીના ત્રણ પોસ્ટરો ફાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે એનસી ગુન્હો દાખલ કરી તપાસ આદરી છે.

(3:40 pm IST)