Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

નવીનકોર વાર્ના કાર ચોરી કલર બદલે તે પહેલા જ ચારેયને પોલીસે દબોચ્યા

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોતની સુચનાથી પીઆઇ બી.એમ.કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ.રાણા, હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, અજીતસિંહ પરમાર, અરવિંદભાઇ મકવાણા, જયદીપભાઇ ધોળકીયા, મોહસીનખાન, પ્રદીપસિંહ ગોહીલ, હેમેન્દ્રભાઇ વાઘીયા તથા મનજીભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એક નંબર વગરની કારમાંથી ચાર શખ્સો ટેપ કાઢતા હોવાની કોન્સ. અજીતસિંહ, પ્રદિપસિંહ ગોહીલ, હેમેન્દ્રભાઇ વાઘીયા તથા મોહસીનખાનને બાતમી મળતા રેલનગર છત્રપતી શિવાજી ટાઉનશીપમાં ચારેય શખ્સોને નવી નકોર વર્નાકાર સાથે પકડી લીધા હતાં. પોલીસે ચારેયની પૂછપરછ કરતા અખ્તર ગુલામ મહંમદભાઇ સુમરા (ઉ.ર૦ રહે. આનંદનગર), રવિ ઇશ્વરભાઇ જોબનપુત્રા (ઉ.ર૭ રહે. આનંદનગર કોલોની), હર્ષદ રમેશભાઇ પરમાર (ઉ.ર૧ રહે, રેલનગર છત્રપતી શિવાજી ટાઉનશીપ બી.-૬૦ર), અને ચિરાગ દિનેશભાઇ ઝાપડીયા (ઉ.ર૧ રહે. આનંદનગર) નામ આપ્યા હતાં. પુછપરછ દરમ્યાન ચારેય શખ્સોએ આ રૂ. ૯ લાખની નવીનકોર વર્નાકાર ત્રણ દિવસ પહેલા ભકિતનગર વિસ્તારના મધુરમ પાર્કમાંથી  ચોરી કર્યાની કબુલાત આપી હતી. પકડાયેલામાં અખ્તર સુમરાને કારની ચાવી મળી હતી અને ચોરીનો પ્લાન કર્યો હતો. કાર ચોરી કર્યા બાદ હર્ષદ પરમારને રેલનગર ખાતે રાખી નંબર પ્લેટ કાઢી નાખી હતી. બાદ ચારેય જામનગર જાય તે પહેલા જ પોલીસે દબોચી લીધા હતાં. ચારેય શખ્સો નો કારનો કલર બદલાવી ફેરવવાનો ઇરાદો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે ચારેયને ભકિતનગર પોલીસને સોંપ્યા હતા.

(4:58 pm IST)