Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

આર્ટ ઓફ કૂકીંગ દ્વારા 'શેફ ઓફ ગુજરાત' કોમ્પીટીશન : રાજયના ચાર શહેરોમાં યોજાશે

સેલીબ્રીટી શેફ માસ્ટર્સ રેસીપીઝ શીખવશે : વિજેતાઓને ઈનામો અપાશે

રાજકોટ, તા. ૫ : આર્ટ ઓફ કુકીંગ દ્વારા ''શેફ ઓફ ગુજરાત'' શિર્ષક હેઠળ અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડામાં કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સેલીબ્રીટી શેફ પંકજ ભદોરીયા, રીપુ દમન હાંડા, પ્રણવ જોષી તેમજ શિવાની મહેતા પોતાની માસ્ટર રેસીપીઝ શીખવશે. તેમજ અમદાવાદ માટેની ટીકીટ અપાશે. ''ગુજરાત ટોપ ૧૨'' વચ્ચે અમદાવાદમાં ફિનાલે થશે. આ કોમ્પીટીશનમાં ભાગ લેવા માટે રૂ.૩૦૦ ફી રાખેલ છે.

આ અંગે વધુ માહિતી માટે રીટાબેન તન્ના - ૯૪૨૮૩ ૪૫૪૬૭, સોનલબેન પાટડીયા - ૭૫૬૭૩ ૭૫૯૯૯, વિક્કી- ૮૩૨૦૪ ૭૭૪૨૭ અથવા પારૂલબેન નાગડા મો. ૭૮૭૪૨ ૪૧૧૦૨નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:36 pm IST)