Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

કરણાભાઇ માલધારી મહાગઠબંધનના સત્તાવાર ઉમેદવારઃ અલી અમીન અંસારી

રાજકોટ : વિધાનસભા-૬૮ના ઉમેદવાર કરણાભાઇ માલધારી જેડીયુ અને કોંગ્રેસના મહાગઠબંધનના સત્તાવાર ઉમેદવાર હોવાની જાહેરાત જેડીયુના રાષ્ટ્રીય નેતા અને રાજયસભાના પુર્વ સાંસદ અલી અમીન અંસારીએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતુ. તે વખતની તસ્વીર. શ્રી અંસારીએ જણાવ્યુ હતુ કે, મારી મતદારો અને કોંગ્રેસને અપીલ છે કે કરણાભાઇ માલધારી અમારી પાર્ટીના સતાવાર ઉમેદવાર છે અને મહાગઠબંધન હેઠળ તેઓએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. કરણાભાઇ પીઢ રાજકીય નેતા છે અને ગરીબોમાં લોકપ્રિય છે ત્યારે તેઓને બહુમતીથી ચૂંટી કાઢવા અપીલ છે.

(3:35 pm IST)