Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

કાલે માલધારી સમાજનું સંમેલન

માલધારી વસાહત સહિતના મુદ્દે થયેલ અન્યાયનો જવાબ અપાશે

રાજકોટ,તા.૫:રાજકોટના સ્થાપનાકાળથી શહેરમાં વસવાટ કરતા ભરવાડ-રબારી સમાજને ભાજપના શાસનમાં હંમેશા સતત અન્યાય થતો આવ્યો છે. છેલ્લા પાંચવર્ષમાં ૩૫ હજારથી વધુ ગાયોને ઢોર ડબામાં પૂરી દઈ પાછલા બારણે કતલખાને ધકેલી દેવામાં આવી છે. પશુપાલનએ માલધારીઓનું આજીવિકાનું  સાધન છે. તેને છીનવી લેવામાં આવતા માલધારી યુવાનો અને અનેેક પરિવારો બેકાર બન્યા છે. ગાયોને છોડવવા જતા યુવાનો અને માલધારી સમાજની બહેનો સામે ખોટા કેસ કરી અવારનવાર પોલીસતંત્ર દ્વારા ત્રાસ ગુજારવામાં આવે છે. માલધારી સમાજની ચાની લારીઓ કોર્પોરેશન દ્વારા કનડગત કરવામાં આવે છે.

આ તમામ મુદ્દે થતા અન્યાયનો જવાબ આ વખતે માલધારી સમાજ આંગળીના ટેરવે આપવાનો છે. આ સમગ્ર બાબતે રાજકીય અને સામાજીક ચર્ચા માટે આવતીકાલે તા.૬ બુધવારે સાંજે ૭:૩૦ વાગ્યે બ્રહ્મસમાજની વાડી, રૈયા રોડ ખાતે એક માલધારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભોજનની પણ વ્યસ્થા રાખવામાં આવી છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઈ જુંજા, ભીખાભાઈ પડસારીયા, રણજીતભાઈ મુંધવા, જીજ્ઞેશભાઈ સભાડ, અજયભાઈ જુંજા, ભરતભાઈ ધોળકીયા, ધીરજ મુંધવા, રાજુભાઈ ઝાપડા, જે.ડી.ટારીયા, ચિરાગ મેવાડા, વાઘાભાઈ ડોંડા, જાદવભાઈ ધોળકીયા, રામભાઈ સાંગડીયા, રમેશ જુંજા, દેવા ચાપડીયા, બીજલ ગોલર, હરીભાઈ ટોયટા, ગોપાલ સરસીયા, લાલાભાઈ, સાંગડીયા, વિક્રમભાઈ સોહલા, લાખાભાઈ સાટીયા, સોંડાભાઈ અલગોતર, ભલાભાઈ ધોળકીયા, લાખાભાઈ બોળીયા, મનાભાઈ ધોળકીયા, ગભરૂભાઈ બોળીયા, દેવકરણ ધોળકીયા, પંકજભાઈ સભાડ હરીભાઈ મીર, ઘેલાભાઈ ધોળકીયા જોડાયા છે.

(3:35 pm IST)