Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

રાજકોટ માર્કેટ યાર્ડમાં ૪૦ હજાર ગુણી મગફળીનો જથ્થો ખુલ્લામાં પડયો છે! વરસાદને પગલે તાલપત્રી બિછાવાય

તાલપત્રી બિછાવાય છતાં વરસાદ આવે તો મગફળીનો જથ્થો પલડી જાય તેવી શકયતા

રાજકોટ : સૌરાષ્ટ્ર ગુજરાત પર ઓખી વાવાઝોડાનો ખતરો તોળાય રહ્યો છે ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં ૪૦ હજાર ગુણી મગફળીનો જથ્થો પડતર એટલે કે હરરાજી કર્યા વગરનો પડયો છે. પાંચ દિ' પૂર્વે મગફળીની આવક શરૂ કરાય ત્યારે ૯૦ હજાર મગફળીની ગુણી આવકો થઇ હતી. ઓખી વાવાઝોડાના પગલે વરસાદ આવે તો મગફળીને નુકસાન ન થાય તે માટે હાલ તુર્ત યાર્ડના શાસકો દ્વારા મગફળીના જથ્થા પર તાલપત્રી બિછાવી લેવાય છે. જોકે તેમ છતાં અમુક મગફળીનો જથ્થો ખુલ્લામાં પડયો છે. મગફળીના ઢગલા પર તાલપત્રી બિછાવાય હોય છતાં ભારે વરસાદને કારણે મગફળી પલડી જાય તેવી શકયતા છે અને ખેડૂતોને નુકસાની ભોગવવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. કપાસની હરરાજી થઇ ગયેલ હોય કપાસનો જથ્થો પડતર નથી. હાલ તુર્ત વાવાઝોડાનો ખતરો ન ટળે ત્યાં સુધી તમામ જણસીની આવકો બંધ કરાય છે. તસ્વીરમાં મગફળીનો જથ્થો દ્રશ્યમાન થાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(12:57 pm IST)