Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ડે ટ્રેડીંગ જુગાર જેવુ, લાંબાગાળાનું રોકાણ જ ફાયદો કરાવેઃ ડો.કેડીયા

આઇ.સી.એસ.આઇ દ્વારા યોજાયો ઇન્વેસ્ટર અવેરનેસ સેમીનાર

રાજકોટ તા.૫: ધી ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) તથા ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા (ICAI) અને નેશનલ સ્ટોક એકસ્ચેન્જ (NSE) દ્વારા સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન કેપીટલ માર્કેટ ઇન્વેસ્ટર અવેરનેસ વિષય પર ICAI ભવન ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટ બ્રાંચ કંપની સેક્રેટરીના ચેરમેન પારસ વિરમગામાં તથા ચાર્ટર્ડ એકાઉન્ટ ચેરમેન કલ્પેશ પારેખે હાજર રહેલ શ્રોતાઓને સંબોધી કાર્યક્રમની શરૂવાત કરી હતી. આ ઇન્વેસ્ટર અવેરનેસ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે ડો.વિજય કેડિયાએ સંબોધન કરેલ અને શ્રોતાઓને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતે સૂચનો આપેલા.

આ પ્રસંગે બહોળી સંખ્યામાં હાજર રહેલ રોકાણકારોને ડો.કેડિયાએ ડે-ટ્રેડિંગને જુગાર ગણીને બંધ કરવા અને ખુદના અને દેશના વિકાસ માટે જાતે જ એનાલિસિસ કરી લાંબાગાળાના રોકાણ માટે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે નેસનલ સ્ટોક એકસ્ચેન્જ (NSE)ના AVP શ્રી આશિષ ગોયેલ પણ હાજર રહ્યા હતા પ્રોગ્રામના વિશેષ આકર્ષણો તરીકે રેડિઓ મીર્ચીના RJ આકશે સૌ રાજકોટ વાસીઓને મત આપવા અનુરોધ કરેલ ત્યારબાદ કંપની સેક્રેટરી વિરલ ઠકરાર દ્વારા આભારવીધી સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઇ હતી.

(5:33 pm IST)