Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ભકિતનગર સર્કલ પાસેની HDFC બેંકમાં ૨૯ હજારની ડુપ્લીકેટ નોટ ધાબકી દેવાઇ

રાજકોટ તા.૫: ભકિતનગર સર્કલ પાસે આવેલ એચડીએફસી બેંકમાં કોઇ ગ્રાહકે અલગ-અલગ દરની રૂ.૨૯,૩૭૦ની ડુપ્લીકેટ ચલણી નોટો ધાબડી દેતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ એચડી એફસી બેંકની ભકિતનગર સર્કલ પાસે આવેલ કરન્સી ચેસ્ટ શાખામાં કોઇ ગ્રાહકોએ નવેમ્બર માસ દરમ્યાન બેંકની જુદી-જુદી શાખાઓના ભરણામાં બનાવટી ચલણી નોટોમાં ૨૦૦૦ના દરની ૮ તથા ૫૦૦ના દરની જ તથા ૧૦૦ના દરની ૧૧૦ તથા ૫૦ના દરની ૭ તથા ૧૦ના દરની ૨ નોટો મળી રૂ.૧૩૧ ડુપ્લીકેટ ચલણીનોટો ભરણામાં ધાબડી દેવાઇ હતી. આ અંગે બેંકના મેનેજર દેવાંગભાઇ ચીમનલાલ મોતા (ઉ.વ.૪૭)એ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની એસેઓજીએ તપાસ આદરી છે.

 

(12:53 pm IST)