Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

આહલાદ્કતાનો 'અદ્ભૂત' અનુભવઃ 'સ્નોફોલ' જેવી મજા

આજે સવારે 'ઓખી'ના કારણે રાજકોટવાસીઓએ અદ્ભૂત આહલાદકતા સાથે મોર્નીંગ વોકની મજા માણી હતી. સ્નોફોલ જેવું વાતાવરણ માણવા હજારોના ખર્ચે પર્યટન સ્થળે જતા લોકોએ ઘેર બેઠા વરસાદ અને ઝાકળવર્ષાનો અદ્ભૂત અનુભવ અને મજા માણી હતી. તસ્વીરમાં રંગીલા રાજકોટવાસીઓનો વધુ એકવાર સાબિત કર્યુ કે અમે તો દરેક પરિસ્થિતિમાં આનંદ મેળવીને જ જંપીએ. એક જ તસ્વીરમાં રાજકોટનું યુવા વર્ગ જેકેટમાં પણ નજરે પડે છે તો હિંમતવાન યુવતી સ્લીપલેસ ડ્રેસમાં પણ નજરે પડે છે. આજના વાતાવરણે રાજકોટવાસીઓને મોજ પાડી દીધી હતી. ચૂંટણીના તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે નૈસર્ગિંક આનંદે જમાવટ કરી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૨-૨)

 

(10:24 am IST)