Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

એ... એ... 'ગઈ' નહીં એ...એ...'ખાબકયા': ઝાકળીયા વાતાવરણે વાહનો કર્યા 'સ્લીપ'

અગાઉ થિયેટરમાં ફિલ્મ જોવા જતા ત્યારે દર્શકોએ સાયકલ પાર્કિંગમાં જ રાખવા માટે સાવચેત કરીને એવી 'સ્લાઈડ' દર્શાવાતી કે એ...એ... ગઈ પરંતુ આજે એવું જ થયું પરંતુ વાત થતી હતી કે એ...એ... ગયા. આજે સવારે રાજકોટવાસીઓ સૌ પોતપોતાના કામે વળગ્યા ત્યારે નિર્ધારીત સ્થળે પહોંચવા માટે સ્કૂટર કે બાઈકમાં નિકળ્યા ત્યારે વરસાદ જેવી ઝાકળવર્ષાએ રસ્તાઓ ભીના થઈ ગયા હોય રાજકોટના ચકચકિત રસ્તાઓ ઉપર વાહનો સ્લીપ થતા જોવા મળતા હતા. ફુટપાથ પર ઉભા કે પસાર થતા લોકોના મુખમાંથી અવાજ નિકળી જતો હતો કે એ...એ... ગયા કે ખાબકયા. સવારના પહોરમાં સજીધજીને વાહનો પર નિકળનારા કૈંકની 'પોઝીશન'માં પંકચર થયા હતા. તસ્વીરમાં આવી જ રીતે સ્લીપ થઈ ગયેલા બાઈક ચાલક નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

 

(10:24 am IST)