Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

પુસ્તક પરિચયઃ ધન્વી-માહી

વાંચનરૂચિ કેળવશો તો ચાખશો 'સાહિત્ય રસ'

અશોક પ્રકાશન મંદિર (અમદાવાદ), નવભારત સાહિત્ય મંદિર (મુંબઇ)નો સંગ વહાવી રહયો છે જ્ઞાનગંગા

રાજકોટઃ વર્તમાન સમયમાં ભાગદોડભરી જીવનશૈલીમાં મોટાભાગના લોકો મનગમતું વાંચન કરી શકતા નથી...પરંતુ જીવનમાં જેમ વહીવટી સુઝ કેળવવા ભણતરની જરૂર પડે છે એમ જ વાંચન પણ જરૂરી પાસુ છે...ત્યારે વિવિધ લેખકોના રસપ્રદ લેખો સાથે જ અવનવા મુદ્ અભ્યાસ કરવા ઇચ્છુક વાંચકો માટે અશોક પ્રકાશન મંદિર (અમદાવાદ) અને નવભારત સાહિત્ય મંદિર (મુંબઇ) દ્વારા 'સાહિત્ય રસ' પીરસાયો છે.

જેમાં મુઠ્ઠી ઉંચેરા કાન્તિ મડિયા, ઘેરાયેલ ગગન, સીમાની સૃષ્ટિ, શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ, શિખર ઉપર કે પછી ખીણમાં ?, હૃદયરોગ અને રાજ રાજનનું નામના પુસ્તકોનો સારાંસ પ્રસિધ્ધ છે.

પુસ્તક પરિચયયાત્રાને આગળ વધારતા સો પ્રથમ વાત કરીએ મુઠ્ઠી ઉંચેરા કાન્તિ મડિયા નામે સંજય છેલ લિખિત ૪૦૦ પાનાના પુસ્તકમાં કાન્તિ મડિયા સાથેના વિવિધ કલાકારોના યાદગાર અનુભવો, અભિનય સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલું મહામુલ્લુ માર્ગદર્શન અને જે તે સમયે નવોદિતની હરોળમાં હતા તેવી વ્યકિતઓને મળેલી સો ટચના સોના સમાન શીખની મીઠીમધૂરી વાંચન સામગ્રી પીરસવામાં આવી છે.

એવી જ રીતે ગીતા ત્રિવેદી લિખિત ઘેરાયેલા ગગનમાં પણ એક ટુકડો આકાશ, સજા, તક, સુખનું સમીકરણ, સાચુ સરનામું, સોનેરી સંધ્યા, વગડાનું ફુલ, પ્રયાણ, અધૂરી વાત, પુરસ્કાર, સાવિત્રી શિર્ષક તળે લખાયેલા વિવિધ લેખો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે.

સાથે જ 'જંગલના રહસ્યોને ખોલતી અદ્ભુત કિશોરકથા' શિર્ષક તળે મીનળ દીક્ષિત દ્વારા લખાયેલા પુસ્તક સીમાની સૃષ્ટિમાં તો 'સીમની સૃષ્ટિમાં આપણી દ્રષ્ટિ' ટેગલાઇન સાથે જ લેખનો પ્રારંભ કરી સામાન્યજન માનસમાં અબોલ પ્રાણીઓ વિશે પ્રસરતી ખોટી સમજણને દૂર કરવાના પ્રયાસરૂપે સત્યનો પ્રચાર કરવા કાજે પ્રકાશ પાડી સાચી સમજણ પ્રસરાવવાનો પૂર્ણ પ્રયત્ન થયો છે...સાથે સાથે બાળકોમાં શિશુકાળથી પશુપ્રેમની ભાવના સિંચવાનો આગ્રહ રાખી પ્રાણીઓ મનુષ્યોના દુશ્મન નહિ, પણ મિત્રો હોવાનું આલેખાયું છે.

ઉપરાંત હેમરાજ શાહ સંપાદિત શિક્ષણમાં માતૃભાષાનું મહત્વમાં પણ નિબંધ સ્પર્ધાના પસંદ પામેલા ૩૫ નિબંધોનો વાંચનરસ પીરસી માતૃભાષાને જીવનની ચાવીરૂપ ગણાવાઇ છે...એની સાથે જ ગુજરાતી ભાષાના ભવ્ય ભૂતકાળની ઝાંખી, સાહિત્યકારોની અસ્મિતા પ્રગટાવતા વિવિધ નામાંકિત લેખકોના લેખો સમાયેલા છે.

સાથો સાથ પ્રતાપ શાહ લિખિત શિખર ઉપર કે પછી ખીણમાં ? પણ જીવનને સ્પર્શતી ઘણી બાબતોમાં સ્વપ્ન, ભય, અભિગમ, ઘમંડ, સંવેદના-લાગણીપ્રધાનતા જેવા વિવિધ વિષયોને ઝીણવટપૂર્વક સમજાવવા સાથે જ અર્ધસત્ય મનની ઓળખાણ પણ સુપેરે અપાઇ છે...એવી જ રીતે મગજની ચાર અવસ્થાઓનું સુલેખન પણ સીધી-સાદી સરળ ભાષામાં કરાયું છે.

તેવી જ રીતે 'કેટલીક ભ્રમણા કેટલુક સત્ય' શિર્ષક તળે ડો.મનુ કોઠારી અને ડો.લોપા મહેતા દ્વારા લખાયેલ પુસ્તક હૃદયરોગ થકી આમ આદમીને નિષ્ણાંત તબીબો દ્વારા દોરાઇ જવાને બદલે નિષ્ણાંતની સલાહ કઇ રીતે લેવી? એનો નિર્દેશ કરે છે...ગંભીર રોગ ઉપરના પ્રમુખ પુસ્તકમાં દર્દી અને એના ડોકટરને હૃદયરોગ સહિત સબંધિત અન્ય રોગો માટેની સાચી સમજ આપવાનો પણ પ્રયાસ થયો છે ત્યારે હૃદય એક અદ્ભુત અવયવ, હૃદયરોગમાં વપરાતી સામાન્ય પરિભાષા, હૃદયરોગનો આજનો ચિતાર, હૃદયરોગના અ-બ-ક, હૃદયરોગની પાયાની સમજ, કારણ, નિદાન અને આગાહીની મર્યાદા જેવા વિવિધ મુદ્ે અભ્યાસ કરવાની તક સાંપડશે.

સાથે સાથે સંજય ત્રિવેદી દ્વારા લિખિત રાજ રાજનનું માં પણ અન્ડરવર્ડ ડોન છોટા રાજન ઉર્ફે રાજેન્દ્ર નિખાલજેના શરૂઆતના દિવસોથી માંડીને આચરાયલા વિવિધ કારનામાંની તમામ વિગતો ટંકાયેલી છે.

અત્રે નોંધનીય છે કે, નવભારત સાહિત્ય મંદિર (૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઇ-૨૨૦૧૭૨૧૩, ૨૨૦૮૫૫૯૩) દ્વારા વાંચકો સરળતાથી પુસ્તકો પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા આશય સાથે તદ્ન નવા પ્રકાશનોની સૂચિપત્ર રૂપ પુસ્તિકા પણ પ્રસિધ્ધ કરાઇ છે.(૨૧.૩)

મુઠ્ઠી ઉચેરા ક્રાંતિ મડિયા

લેખક       : સંજય છેલ

કિંમત       : ૬૦૦/-

સીમાની સૃષ્ટિ

     : મીનળ દીક્ષિત

     : ૧૭૫/-

ઘેરાયેલ ગગન

     : ગીતા ત્રિવેદી

     : ૧૨૫/-

શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ

સંપાદક : હેમરાજ શાહ

       : ૨૫૦/-

શિખર ઉપર કે પછી ખીણમાં?

     : પ્રતાપ શાહ

     : ૧૨૫/-

હૃદયરોગ

     : ડો. મનુ કોઠારી

       ડો. લોપા મહેતા

     : ૩૫૦

રાજ રાજનનું

     : સંજય ત્રિવેદી

     : ૨૫૦/-

પ્રાપ્તિ સ્થાન :-

અશોક પ્રકાશન મંદિર

પહેલો માળ, કસ્તુરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ

નવભારત સાહિત્ય મંદિર

૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઇ

નવભારત સાહિત્ય મંદિર

- જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ

- ૨૦૨, પેલિકન હાઉસ આશ્રમ રોડ, અમદાવાદ

બુકશેલ્ફ

૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, અમદાવાદ.

 

(9:14 am IST)