Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

નોકરી આપવાના બહાને રાજકોટની યુવતી પર એમડી ડ્રગ્સનો નશો કરી નરધામોનો ગેંગરેપ

યુવતીને આબુ ત્યાંથી ઉદેપુરની હોટલમાં લઇ જઈ કોલ્ડ્રીંગમાં દારૂ મિલાવી બેહોશ કરી ગેંગરેપ :ગાંધીધામની હોટલમાં ગેંગરેપ બાદ અમદાવાદ પરત ફરતી વેળાએ ચાલુ કારમાં દુષ્કર્મ : બોપલમાં ફ્લેટ અને હોટલમાં અનેકવાર પીંખી નાખી: પાંચ લોકો સામે ફરિયાદ

કોર્પોરેટ લેવલની જોબ મેળવવાની લાલચમાં MD ડ્રગ્સના બંધાણીઓની ચુંગાલમાં ફસાયેલી રાજકોટની 23 વર્ષીય યુવતી પર નશાખોરોએ અનેક વખત ગેંગરેપ આચર્યાની વિગતો સામે આવી છે. કોર્પોરેટ જોબની લાલચ આપી આરોપીઓ પ્રથમ યુવતીને આબુ ત્યાંથી ઉદેપુરની રેડીશન બ્લુ હોટલમાં લઈ ગયા હતા. જ્યાં કોલડ્રીંક્સમાં દારૂ મિલાવી યુવતીને બેહોશ કરી બે આરોપીએ ગેંગ રેપ કર્યો બાદમાં વીડિયો અને ફોટો ઉતારી લીધા હતા. Ahmedabad Gang Rape News

આરોપીઓએ ગાંધીધામની હોટેલમાં એમડી ડ્રગ્સનો નશો ફરી યુવતી પર ગેંગ રેપ કર્યો આટલેથી નહીં અટકેલા હેવાનોએ અમદાવાદ પરત ફરતી વખતે યુવતીને પિસ્તોલ બતાવી ચાલુ કારે આરોપીઓએ રેપ કર્યો હતો. આ જ રીતે સાઉથ બોપલના ગાલા મારવેલા ફ્લેટ અને હોટેલોમાં યુવતીને લઈ જઈ આરોપીઓ બે માસ સુધી અનેકવાર ગેંગરેપ કરી ચુક્યા હતા. મહિલા પશ્ચિમ પોલીસે 5 જણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટના 40 ફૂટ મેઈન રોડ પરની સોસાયટીમાં રહેતી કાવ્યા (નામ બદલ્યું છે)એ આરોપી પ્રજ્ઞેશ હર્ષદ પટેલ રહે, હરેશાંતિ બંગલો, ભાગવત પેટ્રોલપમ્પ પાછળ,ગોકુલ હોટલ સામે,ગોતા, જીતેન્દ્રપુરી બળદેવપુરી ગોસ્વામી રહે, રેવા એપાર્ટમેન્ટ, વાસણા, માલદેવ ભરવાડ રહે, ઇસનપુર, જયમીન પટેલ રહે, ગાલા ગ્લોરી,સાઉથ બોપલ અને નીલમ પ્રજ્ઞેશ પટેલ રહે, હરેશાંતિ બંગલો, ગોતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

 

કાવ્યાને આરોપી માલદેવ ભરવાડે સ્નેપચેટ એકાઉન્ટ પર ફ્રેન્ડરીકવેસ્ટ મોકલી હતી. આ રીતે પરિચયમાં આવેલા શખ્સે કોર્પોરેટ જોબ અપાવવાની લાલચ કાવ્યાને આપી અને બન્ને વચ્ચે નંબરની આપલે થઈ હતી. તે પછી માલદેવએ લોગાર્ડન રેડીશન બ્લુના કેફેમાં પ્રજ્ઞેશ અને જીતેન્દ્રપુરી સાથે કાવ્યાની મુલાકાત કરાવી હતી.

બન્ને જણા કાવ્યાને આબુમાં અમારા મિત્રે કોર્પોરેટ ઇવેન્ટ ગોઠવી છે, ત્યાં તારું કામ થઈ જશે તેમ કહી આબુ લઈ ગયા હતા. તે પછી પ્રજ્ઞેશએ મારો મિત્ર ઉદેપુરમાં મળશે તેમ કહી કાવ્યાને રેડીશન બ્લુ હોટેલમાં લઈ ગયા હતા. જ્યા બન્ને આરોપીઓએ કાવ્યાને ઠંડા પીણામાં દારૂ મિલાવી પીવડાવી દીધો અને બેહોશ કરી હતી. બાદમાં પ્રજ્ઞેશ અને જીતેન્દ્રએ કાવ્યા પર ગેંગ રેપ કર્યો જેના ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. કાવ્યા સવારે ઉઠી ત્યારે બન્ને આરોપીને અને પોતાને નગ્ન હાલતમાં જોઈ ચોકી હતી.

બન્ને આરોપીઓએ કાવ્યાની માફી માંગી કોઈને વાત ન કરવા આજીજી કરી હતી. તે પછી કાવ્યા અમદાવાદ એરપોર્ટ ઉતરી અને સીધી ગોવા ગઈ હતી. બાદમાં પ્રજ્ઞેશ અને જીતેન્દ્રગીરી ફોન પર તેના સંપર્કમાં હતા. તે પછી આરોપીઓએ કાવ્યાને તારા રહેવા માટે અમે ફ્લેટની અને જોબની વ્યવસ્થા કરી છે. તેમ કહી અમદાવાદ બોલાવી અને સાઉથ બોપલના ગાલા મારવેલા ફ્લેટમાં રાખી હતી.

ગત તા.2-10-2020ના રોજ માલદેવ ભરવાડ અને પ્રજ્ઞેશ પટેલએ કાવ્યાને કહ્યું કે, તારો બાયોડેટા લઈ કોર્પોરેટ મિત્રને તારી નોકરી માટે ગાંધીધામ મળવા જવાનું છે. આ રીતે માલદેવ અને પ્રજ્ઞેશ ગાંધીધામ કાવ્યાને કારમાં લઈ ગયા હતા. જ્યા હોટલમાં માલદેવ અને પ્રજ્ઞેશએ એમડી ડ્રગ્સનો નશો કાવ્યાની હાજરીમાં કર્યો હતો. આરોપીઓએ કાવ્યાને ઉદેપુરની હોટલમાં થયેલા ગેંગરેપના ફોટા અને વીડિયો બતાવી વાયરલ કરવાની ધમકી આપી હતી તે પછી બન્નેએ કાવ્યા પર હોટલના રૂમમાં બે વાર ગેંગરેપ કર્યો હતો. અમદાવાદ પરત ફરતી વખતે ચાલુ કારમાં માલદેવએ એમડી ડ્રગ્સનો નશો કર્યો પિસ્તોલ બતાવી ચાલુ કારે કાવ્યા પર રેપ કર્યો હતો. બાદમાં પ્રજ્ઞેશએ એમડી ડ્રગ્સનો નશો કરવાનું શરૂ કર્યું તે સમયે પેટ્રોલ પમ્પ પર આરોપીએ ગાડી રોકી હતી.

પ્રજ્ઞેશ કારમાંથી ઉતરી પાછળની સિટ પર પહોંચે તે પહેલાં જ કાવ્યા કારમાંથી સામાન લઈ ઉતરી ગઈ અને પેટ્રોલપમ્પ પર જતી રહી હતી. આદિપુરમાં રહેતી તેની સહેલીને ફોન કરી લેવા માટે બોલાવી અને લોકેશન મોકલ્યું હતું. બાદમાં કાવ્યા પરત અમદાવાદ આવી અને પોતાની સાથે થયેલા રેપ અંગે જીતેન્દ્રપુરીને વાત કરી હતી. જીતેન્દ્રએ તું અહીંયા જ રહે હું કોઈને વાત નહીં કરું તારી સાથે પ્રજ્ઞેશ અને માલદેવએ ખોટું કર્યું છે પણ તું કોઈને કહીશ નહીં હું બધું પતાવી દઈશ તેમ કહ્યું હતું.

થોડા દિવસો બાદ હોટેલમાં ફરી પ્રજ્ઞેશ અને માલદેવ સહિતના લોકો કાવ્યાને મળી ગયા હતા. આરોપીઓ દ્વારા જાણવા મળ્યું કે,જીતેન્દ્રપુરી આરોપી પ્રજ્ઞેશનો માણસ છે. તે પછી પણ આરોપી પ્રજ્ઞેશ,જીતેન્દ્રપુરી, માલદેવ અને જયમીનએ કાવ્યા પર ગેંગ રેપ કર્યો હતો. જ્યારે આરોપી નીલમ કાવ્યાનો પાસપોર્ટ અને પૈસા પોતાની પાસે રાખી મળવા માટે દબાણ કરતો હતો.

ગેંગરેપ અને બ્લેકમેઇલિંગથી કંટાળેલી કાવ્યાએ પોતાને મુક્ત કરવા આરોપીઓને આજીજી કરી હતી. જોકે આરોપીઓએ તેણે ગોંધી રાખી અને પોતાની મરજી મુજબ ઉપયોગ કરતા હતા. પ્રજ્ઞેશની પત્ની એકવાર ગાલા મારવેલા ફ્લેટ પર પહોંચી અને કાવ્યાને જોઈ ગુસ્સે થઈ હતી. તે સમયે પાંચે આરોપીઓ વચ્ચે બોલાચાલી અને તકરાર થઈ હતી. આ દરમિયાન કાવ્યા પોતાનો સામાન લીધા વગર ત્યાંથી નીકળી ગઈ અને હોટલમાં રોકાઈ હતી.

બાદમાં કાવ્યાએ આરોપીઓથી છુટકારો મેળવવા અને ફરિયાદ કરવા ઈન્ટરનેટ પર સર્ચ કરી વકીલનો ફોન નંબર લીધો હતો. કાવ્યએ પોતાની સાથે બનેલી ઘટના વકીલને જણાવી હતી. આખરે વકીલની સલાહ મુજબ પોલીસમાં અરજી કરતા મહિલા પશ્ચિમ પોલીસે પાંચે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

(11:03 pm IST)