Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

અશોક ડાંગરના ભત્રીજા ઉપર હૂમલોઃ માથામાં ઇજાઃ મધુરમ હોસ્પિટલમાં દાખલ

રાજકોટના પૂર્વ મેયર અને શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોક ડાંગરના ભત્રીજા ઉપર લક્ષ્મીવાડીમાં હૂમલોઃ ૩ને ઇજા થઇ છેઃ મધુરમમાં ખસેડાયાના અહેવાલઃ મધુરમ વર્તુળોએ જણાવ્યું છે કે અશોકભાઇ ડાંગરના ભાઇના દિકરા ઉપર ભરવાડ યુવાનોએ હૂમલો કરેલઃ સામુ જોવા બાબતે માથાકૂટ થતા હૂમલામાં માથામા સામાન્ય ઇજા થયાનું અને મધુરમમાં દાખલ કર્યાનું અને ત્યાં ટાંકા લીધાનું જાણવા મળે છેઃ ઇજા ગંભીર નથીઃ મળતી વિગતો મુજબ જયદિપ દિલીપભાઇ ડાંગર અને રાજેશ ભરતભાઇ ડાંગરને આ હૂમલામાં ઇજા થઇ છેઃ જાણીતા ન્યુરો સર્જન ડો. હેમાંગભાઇ વસાવડા સારવાર આપી રહ્યાનું જાણવા મળે છે

(4:55 pm IST)