Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સર્વ સમાજ સેના ટ્રસ્ટ દ્વારા ઝુંપડપટ્ટીમાં કપડા વિતરણ

રાજકોટઃ સર્વ સમાજ સેના ટ્રસ્ટ સંચાલિત ભૂખ્યાને ભોજન અંતર્ગત રાજકોટ શહેરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના ૧પ૦થી વધારે બાળકો માટે કપડાં અને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું આ સમગ્ર ખર્ચ અમેરિકા શિકાગોના ગૌરાંગ એન્ડ શ્રુતિ પટેલ તરફથી ૭પ હજાર રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું હતું. ભૂખ્યાને ભોજન સેવા છેલ્લા બે મહિનાથી રાજકોટ શહેરમાં ચાલી રહી છે સર્વ સમાજ સેના ટ્રસ્ટ ગરીબ બાળકો માટે ઉત્તમ કામગીરી કરી રહી છે ગરીબ અને પછાત વર્ગના બાળકોને ભોજન આપવામાં આવે છે આ સમગ્ર કામનું સંચાલન સર્વ સમાજ સેનાના પ્રદેશ સચિવ આશા પટેલ તરફથી કરવામાં આવે છે. આ કાર્યમાં આંચનબેન પટેલ, પુનિતા પટેલ, કિંજલ ગજજર જોડાયેલા તે વખતની તસ્વીર.

(3:38 pm IST)