Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો દ્વારા બેન્ક ઓફ બરોડાના આસીસ્ટન્ટ જનરલ મેનેજશ્રીની મુલાકાત લઇ નિકાસરકારો MEIS સ્કિમ હેઠળના મળવાપાત્ર લાભ બાબતે રજુઆત કરવામાં આવેલ

રાજકોટ :  હાલમાં બેન્ક ઓફ બરોડા મેઇન બ્રાન્ચના નવનિયુકત થયેલ આસીસ્ટન્ટ જનરલ મેનેજરરી એલ. લિવ્યોનની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઇ ગણાત્રા તથા માનદમંત્રીશ્રી નૌતમભાઇ બારસીયાએ શુભેચ્છા મુલાકાત લઇ બેન્કીંગ સેવાને લગતા વિવિધ પ્રશ્નોની રજુઆત કરેલ. જેમાં નિકાસકારો હાલ કોરોના મહામારીના લોકડાઉનમાંથી પસાર થઇ રહ્યા છે તથા આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે અને ધંધા-રોજગાર ઉપર ગંભીર અસર પડી રહી છે ત્યારે કેન્દ્ર સરકારની નિકાસકારો માટેની MEIS સ્કીમ તા. ૩૧-૧ર-ર૦ર૦ના રોજ પૂર્ણ થઇ રહી છે અને તા. ૧-૯-ર૦ર૦ ત્રણ મહિના સુધીના MEIS સ્કીમના સરકારશ્રી દ્વારા પ૦૦૦ હજાર કરોડના લાભ નિકાસકારો માટે ફાળવવામાં આવેલ છેે. જે લાભ નિકાસકારોને હવેલા તે પહેલાના ધોરણે મળવાપાત્ર છે. પરંતુ તેનું સંપૂર્ણ કામકાજ બેન્ક ઓફ બરોડાની બેન્ક ઓફીસ અમદાવાદથી થઇ રહ્યું છે જેથી ત્યાં પૂરતો સ્ટાફ ન હોય અને સમયનો વ્યય પણ થતો હોવાથી નિકાસકારોને MEIS સ્કિમનો ૩% લાભ પણ મળી શકે તેમ નથી. તેથી રાજકોટની બેન્ક ઓફ બરોડાની મેઇન બ્રાન્ચમાં તેનું કામકાજ સોંપવામાં આવે તો નિકાસકારો આ સ્કિમનો યોગ્ય લાભ લઇ શકે અને સમય પણ બચી શકે તેવી રાજકોટ ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં આવેલ છે. જેને માન્ય રાખી આસીસ્ટન્ટ જનરલ મેનેજરશ્રીએ હકાત્મક અભિગમ દર્શાવી તેનો યોગ્ય નિકાલ લાવવા ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:38 pm IST)