Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

નંદકિશોર સોસાયટીમાં પેવર કામ

વોર્ડ નં. ૮ માં આવેલ નંદકિશોર સોસાયટી વિસ્તાર ખાતે પેવર કામનો પ્રારંભ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના હસ્તે તેમજ વોર્ડના પ્રભારી નિતીન ભુત, વોર્ડ પ્રમુખ અશ્વીન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, તેજશ જોષી, કોર્પોરેટર વિજયાબેન વાછાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કિરણબેન માંકડીયા, અલ્કાબેન કામદાર, ભરતભાઇ રામોલીયા, ગીરીશભાઇ રાઠોડ, રમેશભાઇ ચાવડીયા, અતુલ પોકર, વિપુલ પાંભર, અરવીંદ સગપરીયા, નિલેશ સીદપરા, દિલસુખ રાઠોડ, જયસુખ મારવીયા, રીટાબેન સખીયા, હર્ષીદાબેન પટેલ, હર્ષાબેન પટેલ, પુર્વેશ ભટ્ટ, દેવકરણ જોગરાણા, શકિત રાઠોડ, હસુભાઇ ગોહીલ, નીલેશભાઇ ભટ્ટ તેમજ સ્થાનિક અગ્રણીઓ ડો. હંસરાજભાઇ પીપળીયા, દિપકભાઇ પીપળીયા, ભરતભાઇ, ધનસુખભાઇ, જીતુભાઇ, વિપુલભાઇ, અલ્પેશભાઇ સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

(3:37 pm IST)