Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

દિવાળીમાં કોરોનાં સામે આગમચેતી માટે અમદાવાદમાં વેપારીઓનું ટેસ્ટીંગ અને રાજકોટમાં કેમ્પ બંધ કરાયા !!

રાજકોટ, તા. પ : રાજયમાં કોરોનાં કહેર ઓછા થયો છે છતાં અમદાવાદનાં વહીવટી તંત્ર દ્વારા દિવાળીના તહેવારોમાં કોરોના પ્રસરે નહી તે માટે આગમચેતીના પગલા રૂપે સુપર સ્પ્રેડર ગણાતાં વેપારીઓનાં કોરોનાં ટેસ્ટની ઝુંબેશ શરૂ કરી છે. તેની સામે રાજકોટમાં વહીવટી તંત્રએ હવે અત્યાર સુધી ચાલતા ટેસ્ટીંગ કેમ્પ બંધ કરી દીધા છે.

આ અંગેની વિગતો મુજબ અમદાવાદમાં દિવાળીમાં ભરપુર મીઠાઇ-ફરસાણનું વેચાણ થતું હોય છે. ત્યારે હાલમાં કોરોના મહામારી વચ્ચે સંક્રમણનો ફેલાવો ના થાય તે માટે તંત્રએ અગમચેતી વાપરી શહેરના મોટા-મોટા બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કરી દેવાયા છે. અમદાવાદ કોર્પોરેશનની ટીમ દ્વારા હાલમાંૈ મોટા-મોટા બજારોમાં વેપારીઓના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવી રહ્યાં છે. તમામ કાપડના વેપારીઓ તેમજ ફરસાણ-મીઠાઇના વિક્રેતાઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જવેલરી શોપ અને ગ્રોસરીની દુકાનોનમા઼ પણ વેપારીઓના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવી રહ્યાં છે. અમદાવાદના તમામ મુખ્ય બજારોમાં પણ ટીમ તપાસ લાગી ગઇ છે.

જયારે બીજી તરફ રાજકોટ કોર્પોરેશને અત્યાર સુધી વિવિધ જાહેર સ્થળોએ ચાલતા કોરોના ટેસ્ટના કેમ્પોનો સંકેલો કરવા માંડયા છે. મ્યુ. કોર્પોરેશનની ઢેબર રોડ સ્થિત સેન્ટ્રલ ઝોન કચેરીમાં છેલ્લા ર મહીનાથી ચાલતો ટેસ્ટીંગ કેમ્પ બંધ કરી દેવાયો છે. છાવણીમાં છેલ્લા બે દિવસથી કોઇ આરોગ્ય કર્મચારી હાજર રહેતા નથી.

જો કે હાલમાં શહેરમાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો થયો છે રિકવરી રેટ ૯૦ ટકા ઉપર પહોંચી ગયો છે. તેથી તંત્ર વાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકો પણ હવે ભય છોડીને દિવાળીની ખરીદીમાં લાગી ગયા છે. બજારો ધમધમી છે. ટ્રાફીક, ગીચતા પણ વધતી જાય છે. ત્યારે દિવાળીના તહેવારોમાં આગમચેતી સ્વરૂપે રાજકોટ મનપા દ્વારા બજારોમાં સુપર સ્પેડર વેપારીઓ વગેરેનું કડક ચેકીંગ કરવુ જરૂરી છે તેવી લોકચર્ચા છે.

(3:36 pm IST)