Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સોની બજારમાં વેપારી સાથે રૂ.૧૪.૬૪ લાખની છેતરપીંડીના કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર

રાજકોટઃ શહેરમાં સોનીબજારમાં વેપારી સાથે રૂ.૧૪.૯૪ લાખની છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. વી.રસીકલાલ જવેલર્સ નામની પેઢીના સંચાલકે દાગીના બનાવવા આપેલ. સોનુ તથા દાગીના પરત ન આકપી શ્રમિકે છેતરપિંડી આચર્યાની ફરિયાદ પરથીએ ડિવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીને સંકજામાં લીધેલ હતો.

રેસકોર્ષ પાર્ક પાસેના ગોલ્ડ ફેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોની બજારમાં વી. રસીકલાલ જવેલર્સ નામની પેઢી ચલાવતા હિતેષભાઈ રસીકભાઈ ધકાણએ એ- ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે સોની બજારમાં ખડકી ચોક પાસે કૃષ્ણાશ્રય એપાર્ટમેન્ટમાં રહેતો પિન્ટુ પ્રકાશ વેડીયાનું નામ આપ્યું હતું.

ફરિયાદમાં વધુ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી પીન્ટુ સાથે ઓળખાણ બાદ તેને દાગીના બનાવવા માટે સોનુ આપતા હોય ગત તા.૧૯/૮/૨૦૨૦ના રોજ ૨૫૦ ગ્રામ સોનુ કાનની બુટી બનાવવા માટે આપ્યું હતું. બાદમાં તા.૨૧/૮/૨૦૨૦ના રોજ ૧૦૯.૧૭૦ ગ્રામ સોનુ દાગીના બનાવવા માટે મળી કુલ ૫૭૨.૫૦૩ ગ્રામ સોનુ આપેલ હતું. દરમિયાન પીન્ટુએ અલગ- અલગ બે ભાગમાં બુટી બનાવી હતી. જેનો વજન ૨૨૪.૪૪૫ ગ્રામ હતું. જેમાં ૨૭૬.૧૩૯ ગ્રામ સોનુ જેની કિંમત ૧૪.૯૪ લાખ બાકી રાખ્યું હતું. જે અંગે ફોન કરતા પિન્ટુનો ફોન બંધ આવતા તેના ઘરે તપાસ કરી હતી.

ત્યારબાદ પિન્ટુને નામદાર કોર્ટમાં રજુ કરતા તપાસનિસ અધિકારીએ પિન્ટુ ફરતું ફરતું બોલતો હોય તેમજ તપાસમાં સહકાર આપતો ન હોય. રીમાન્ડની માંગણી સાથે રજુ કરેલ. જેમાં બન્ને પક્ષકારોના વકિલ તેમજ તપાસનિસ અધિકારીની દલીલ સાંભળી, ફરિયાદ પક્ષ તથા તપાસનિસ અધિકારીની દલીલ ગ્રાહય રાખી રીમાન્ડ અરજી મંજુર કરેલ હતી. જેમાં ફરિયાદી હિતેષભાઈ વતી વકિલ કમલેશ એન.શાહ, જીજ્ઞેશ અને. શાહ, સુરેશ દોશી, ધવલ પડિયા તથા જીગર સંઘવી રોકાયેલા હતા.

(3:35 pm IST)