Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

રાજકોટ શહેર-જીલ્લામાં હાલ ર૧ લાખ ૮૭ હજાર મતદારોઃ સોમવારથી ખાસ મતદાર યાદી સૂધરણા કાર્યક્રમઃ ૪ રવિવાર બૂથ ઉપર ઝૂંબેશ

કોઇપણ બે રવીવાર રોલ ઓબ્ઝર્વર મનીષ ચાંદ્રા ખાસ હાજર રહેશેઃ પ્રાંત-મામલતદારોનું ચેકીંગ : રર૩ર મતદાન મથકોઃ BLO ને સેનેટાઇઝર-હેન્ડ ગ્લોવઝ અપાશેઃ કલેકટરે આપેલી વિગતો

રાજકોટ તા. પ : રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન અને નાયબ ચૂંટણી અધિકારી તથા ડે. કલેકટર શ્રી ધાંધલે આજે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે  તા.૧/૧/ર૦ર૧ની લાયકાતની તારીખનાં સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-ર૦ર૧-ખાસ ઝૂંબેશ તા. ૯ થી શરૂ થઇ રહી છે.

ભારતનાં ચૂંટણી પંચ તરફથી તા.૧/૧/ર૦ર૧ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે કાર્યક્રમ તા.૯/૧૧/ર૦ર૦ થી તા. ૧પ/૧ર/ર૦ર૦ સુધીનો નિયત થયેલ છે. આ દિવસો દરમ્યાન મતદાર ફોર્મ નં. ૬, ૭, ૮, અને૮-ક સબંધીત વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારશ્રીની કચેરી ખાતે રજુ કરી શકશે.

કાર્યક્રમ દરમ્યાન ખાસ ઝૂંબેશના દિવસો નકકી કરવામાં આવેલા છે. આ દિવસો દરમ્યાન મતદાર તેમના વિસ્તારમાં આવેલ રહેણાકથી નજીકના મતદાન મથક ખાતે ઉપસ્થિત બુધ લેવલ અફીસરને સવારના ૧૦ થી સાંજના પ કલાક દરમ્યાન ફોર્મ નં. ૬, ૭, ૮, અને ૮-ક આપી શકશે આ ખાસ ઝૂંબેશના દિવસોમાં તા.રર/૧૧/ર૦ર૦, રવિવાર, તા.ર૯/૧૧/ર૦ર૦, રવિવાર, તા. ૬/૧ર/ર૦ર૦ રવિવાર અને તા.૧૩/૧ર/ર૦ર૦, રવિવાર ફાઇનલ કરાયા છે. કુલ રર૩ર મતદાન મથકો ઉપર બીએલઓ બેસશે તેમને સેનેટાઇઝ અને ગ્લોવઝ અપાશે.

ખાસ ઝૂંબેશના દિવસે બુથ લેવલ ઓફીસર જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે. મતદારોને તેમના નામ ઉમેરવા, કમી કરવા, સુધારો વધારો કરવા કે સરનામુ બદલવા માટે આ બાબત ઉપયોગી બની રહેશે. આ ૪ દિવસોમાં કોઇપણ બે દિવસ રોલઓઝર્વઝર શ્રી મનીષા ચંદ્રા પણ ખાસ હાજર રહેશે. અને પ્રાંત તથા મામલદારોનું ખાસ ચેકીંગ થશે.

રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ-૮ વિધાનસભા મતદાર વિભાગમાં રોલ મતદાન મથકોમાં મતદાન મથકની સંખ્યા ૬૮-રાજકોટ પૂર્વમાં ર૬૩, ૬૯-રાજકોટ પશ્ચિમમાં ૩૦૮, ૭૦-રાજકોટ દક્ષિણમાં રર૬, ૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા.)માં ૩૬૭, ૭ર- જસદણમાં ર૬૧, ૭૩-ગોંડલમાં ર૩૬, ૭૪-જેતપુરમાં ર૯૮, ૭પ-ધોરાજી ર૭૧ મતદાન મથકો છે.

ઉકત મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફીસર ખાસ ઝૂંબેશના દિવસો દરમ્યાન ઉપસ્થિત રહી ફોર્મ્સ સ્વીકારશે.

કલેકટરે જણાવ્યું હતું, કે હાલ રાજકોટ શહેર-જીલ્લામાં ર૧ લાખ ૮૭ હજાર પપ-મતદાન મથકો છે, જેમાં રાજકોટ શહેરમાં ત્રણ વિધાનસભાના ૯ લાખ ૮ હજારનો સમાવેશ થાય છે.

મતદારો માટે ઓનલાઇન ફોર્મની ભરવાનું પણ ચાલુ છે. એનએસવીપીની સાઇટ ઉપર ફોર્મ ભરી શકાય છે.

રાજકોટ-શહેર-જીલ્લામાં હાલ કેટલા મતદારો

વિધાનસભા બેઠક

ફુલ મતદાન મથક

પુરૂષ મતદારો

સ્ત્રી મતદારો

થર્ડ જેન્ડર

કુલ

રાજકોટ પૂર્વ

ર૬૩

૧૪૭૪૯૩

૧૩૧૬૭૬

ર૭૯૧૭૧

રાજકોટ પશ્ચિમ

૩૦૮

૧૭૧૭૮પ

૧૬૬પ૦૩

૩૩૮ર૯પ

રાજકોટ દક્ષિણ

રર૮

૧ર૮૯પ૮

૧ર૧૬૦૦

રપ૦પ૬ર

રાજકોટ રૂરલ

૩૬૭

૧૭૪૭૧૧

૧પ૭૬૩૧

૩૩ર૩૪૭

જસદણ

ર૬૧

૧ર૬ર૭૧

૧૧૪૦૩૮

ર૪૦૩૦૯

ગોંડલ

ર૩૬

૧૧૪૧૪૦

૧૦૬૦૪૯

રર૦૧૯૬

જેતપુર

ર૯૮

૧૩૮૭૬ર

૧ર૬૩ર૦

ર૬પ૦૮૩

ધોરાજી

ર૭૧

૧૩પર૩૧

૧રપ૮૬૦

ર૬૧૦૯ર

કુલ

રર૩ર

૧૧૩૭૩પ૧

૧૦૪૯૬૭૭

ર૭

ર૧૮૭૦પપ

(3:35 pm IST)