Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

રાજકોટ યાર્ડ પાસે મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો ! ૧૦ દિ' બાદ આવકો શરૂ કરાઇ

બેડી યાર્ડની મારવાડી કોલેજ સુધી વાહનોની લાંબી કતારો : સવારથી જ ખેડૂતો ઉમટ્યા

મગફળીની ધૂમ આવક રાજકોટ યાર્ડ ખાતે શરૂ થઇ ગઇ હોઇ વાહનોની કતારો જામી છે. (ફોટો : સંદિપ બગથરીયા)

રાજકોટ,તા. ૫: રાજકોટ માર્કેટ યાર્ડમાં ૧૦ દિ' બાદ મગફળીની આવકો શરૂ કરવાની જાહેરાત કરાતા 'જ આજ સવારથી જ યાર્ડ પાસે મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે.

યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ યાર્ડમાં ૧૦ દિવસ બાદ મગફળીની આવકોની જાહેરાત કરાતા જ આજ સવારથી જ યાર્ડ પાસે મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગીછે. બેડી યાર્ડની મારવાડી કોલેજ સુધી મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે.

રાજકોટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવકો સામે વેચાણ ન થતા ૧૦દિ' બાદ મગફળીની આવકો આજ રાતથી શરૂ કરાશે : આજે રાત્રે આવકો શરૂ કરાઇ તે પુર્વે જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો સાથે ઉમટી પડ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ૧૦૫૫ રૂાના ભાવે મગફળી ખરીદ કરાઇ છેે. જ્યારે ઓપન માર્કેટમાં ખેડૂતોને બેસ્ટ મગફળીના ૧૦૦૦ થી૧૧૦૦ રૂ. ભાવ મળી જતા હોય ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે. સરકાર દ્વારા ખરીદાતી ટેકાના ભાવે મગફળીમાં મોડુ પેમેન્ટ મળતુ હોય ખેડૂતો ઓછા ભાવે પણ ઓપન માર્કેટમાં મગફળી વેચી રોકડી કરી રહ્યો છે.

દિપાવલીને તહેવાર અને શિયાળુ પાકના વાવેતરમાં ખેડૂતોને રૂપિાની જરૂરત હોય મોટા ભાગના ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી વેચી રોકડી કરી રહ્યા છે. ચાલુ વર્ષે મગફળીનું બમ્પર વાવેતર થયું હોય રાજકોટ સહિત સૌરાષ્ટ્ર યાર્ડોમાં મગફળના જથ્થાની પુષ્કળ આવકો થઇ રહી છે.

(3:31 pm IST)