Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

૨૦૩૦ સુધીની પાણી વિતરણની બ્લુ પ્રિન્ટ તૈયાર કરતા ઉદિત અગ્રવાલ

આજી-ન્યારી ખાતે ૧૫૦-૧૫૦ એમ.એલનાં પાણીનાં ટાંકા બનાવાશેઃ ડિસેમ્બર સુધીમાં કોઠારિયા-વાવડી વિસ્તારમાં ઘરે-ઘરે પાણી વિતરણ થશેઃ શહેરમાં ૨ હજાર ઘરો નળ વિહોણાઃ આગામી ૧૦ વર્ષ માટે પાણી વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરતાં મ્યુ.કમિશ્નર સહિતનાં અધિકારીઓ

રાજકોટ,તા.૫: શહેરમાં આગામી ૧૦ વર્ષ માટે પાણી વિતરણ વ્યવસ્થાની સમિક્ષા  કરવામાં આવી રહ્યાનું મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતુ.

આ અંગે ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતુ કે, શહેરમાં દરેક ઝોનમાં પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા આગામી સમયમાં આજીડેમ અને ન્યારી ડેમ ખાતે ૧૫૦-૧૫૦ એમ.એલની  ક્ષ્મતાનાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન બનાવાશે.જેથી પાણી વિતરણ ડિસ્ટ્રીબ્યુશન વિસ્તારી શકાય.

વધુમાં શ્રી અગ્રવાલે જણાવ્યુ હતુ કે, કોઠારિયા-વાવડી વિસ્તારમાં ં ઘરે - ઘરે પાણી વિતરણ કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાણીનું નેટવર્ક તૈયાર થઇ રહ્યુ છે. કોઠારિયામાં ઇન્ટર ડીસ્ટ્રીબ્યુશનલાઇન લાઇન તૈયાર થવા પામી છે. આ બન્ને વિસ્તારોમાં આગામી ડિસેમ્બર સુધીમાં પાણી વિતરણ કરવામાં આવશે.

બે હજાર ઘરો નળ વિહોણા

શહેરનાં ત્રણેય ઝોનનાં વિવિધ વિસ્તારોમાં હાલમાં અંદાજીત ૨ હજાર ઘરો નળ વિહોણા હોવાનું એક સર્વેમાં બહાર આવ્યુ છે. આગામી બે માસમાં નલ સે જલ યોજના અંતર્ગત શહેરનાં દરેક ઘરોમાં નળ આપવા ઝુંબેશાત્મક કામગીરી ચાલી રહી છે તેમ મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતુ.

(3:29 pm IST)