Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

દારૂના છ દરોડા : ૬૧ બોટલ સાથે ૭ ઝડપાયા

તહેવાર નજીક આવતાં જ નાના-મોટા બુટલેગરો મેદાને આવ્યા : ક્રાઇમ બ્રાંચ, યુનિવર્સિટી, માલવીયાનગર, કુવાડવા અને બી ડીવીઝન પોલીસના અલગ અલગ સ્થળે દરોડા

રાજકોટ તા. પઃ દિવાળીના તહેવાર અનુસંધાને શહેર પોલીસે દારૂ-જુગારની ચાલતી પ્રવૃત્તિને નાબુદ કરવા માટે સધન પેટ્રોલીંગ હાથ ધરી જુદા જુદા છ વિસ્તારમાં દરોડા પાડી વિદેશી દારૂની ૬૧ બોટલ સાથે સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ આગામી દિવાળીના તહેવાર નિમિત્તે શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા મનોહરસિંહ જાડેજાએ દારૂ-જુગારની પ્રવૃત્તિને નાબુદ કરવા માટે સૂચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા તથા હેડ કોન્સ. મયુરભાઇ પાલરીયા તથા પ્રદીપસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે કુવાડવા રોડ નવાગામ પાસેથી રૂ. ૯૬૦૦ની કિંમતની દારૂની ર૪ બોટલ સાથે દીપક ઉર્ફે દીપો ધનજીભાઇ દેલવાડીયા (ઉ.૧૯) (રહે. નવાગામ શકિત સોસાયટી સામે) અને દીપક ઉર્ફે પુની વશરામભાઇ મકવાણા (ઉ. રર) (રહે. આણંદપર નવાગામ રંગીલા સોસાયટી) ને પકડી લીધા હતા. જયારે બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. બી. જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ, યુવરાજસિંહ, મહેન્દ્રસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ, અજયભાઇ તથા કૃષ્ણદેવસિંહ સહિતે બાતમીના આધારે યુનિવર્સિટી રોડ, વિષ્ણુવિહાર શેરી નં. ૪ માંથી હરપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા (ઉ.વ. ૩ર) (રહે. વિષ્ણુવિહાર શેરી નં. ૪) ને બીયરના ર૪ ટીન સાથે અને રૂડા-ર ની સામે સદ્દગુરૂનગર બગીચા પાસેથી સાગર દિનેશભાઇ વાગડીયા (ઉ.વ. રપ) (રહે. સદ્દગુરૂનગર) ને દારૂની બે બોટલ સાથે પકડી લીધો હતો.

જયારે બી ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ એસ. એમ. માડમ, કોન્સ. હેમેન્દ્રભાઇ સહિતે આશ્રમ રોડ પર રઘુવીર સોસાયટીમાંથી દારૃની એક બોટલ સાથે દિનેશ ભીખાભાઇ ગોહેલ (ઉ.વ.૩પ) (રહે. મોરબી રોડ મહેક એપાર્ટમેન્ટની બાજુમાં) ને તથા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ એચ. આર. હેરભા તથા હિતેષભાઇ માલકીયા સહિતે કુવાડવા ગામ બસ સ્ટેન્ડ પાસેથી દારૃની ૮ બોટલ સાથે સંજય બદીયાભાઇ ભાભોર (ઉ.વ. ૧૯) (રહે. મધરવાડા ગામ ઝુપડામાં) ને તથા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ વી. કે. ઝાલા તથા હરપાલસિંહ જાડેજા સહિતે માયાણીનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. રર પાસે મવડી પ્લોટ) ને દારૃની એક બોટલ સાથે મેહુલ કનુભાઇ સગર (ઉ.વ. ર૦) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:55 pm IST)