Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

પંચમહાલના આર્મ્સ એકટના ગુન્હામાં પકડાયેલ આરોપીઓના જામીન મંજૂર

રાજકોટ,તા. ૫: પંચમહાલના મોરવા પોલીસ સ્ટેશન ખાતે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ ૭, ખાલી મેગજીન નંગ ૭, દેશી હાથ બનાવટના કટ્ટા નંગ.૩ દેશી હાથ બનાવટની બંદુકો સિંગલ બેરલ વાળી નંગ.૩ તેમજ કુલ ૬૦ નંગ કારટીસ મળી આવ્યા સબબનો ગુન્હો પંચમહાલના મોરવા પો.સ્ટે. તા. ૨૯/૭/૨૦૨૦ના રોજ આર્મસ એકટની કલમ મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા રાજકોટના આરોપી (૧) ખાલીદબીન ટીપુ મેશનભાઇ કથીરી અને (૨) નાવેદ હનીફભાઇ મુકાસમની ધરપકડ કરવામાં આવેલ હતી. દરમિયાન આ કેસના આરોપીઓએ જામીન મુકત થવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

બનાવ સમયે કોઇ આરોપી પોલીસ દ્વારા પકડી શકાયેલ ન હતા જે સબબના પોલીસ ઇનવેસ્ટીગેશન દરમીયાન રાજકોટના રામનાથ પરાના રહેવાસી (૧) ખાલીદબીન ટીપુ મેશનભાઇ કથીરી અને (૨) નાવેદ હનીફભાઇ મુકાસમનું નામ ખુલવા પામેલ હતુ અને તેઓની અટક કરી અને મોરવાના જ્યુ. મેજી સમક્ષ રજુ કરી રીમાન્ડ પુરી થયા બાદ આરોપીઓએ પોતાના એડવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી પંચમહાલ જીલ્લાના મોરવાના જ્યુ. મેજી. કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામે આરોપીઓ વતી રાજકોટના એડવોકેટશ્રી સાહિસ્તાબેન એસ. ખોખર, શ્રી રણજીત એમ.પટગીર, તેમજ બલરામ એસ. પંડીત રોકાયેલ હતા.

(2:54 pm IST)