Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

જન આરોગ્યની જાળવણી માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદો : દિપાબેન કોરાટ

રાજયભરમાં અમલ કરાવવા જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળની માંગ

રાજકોટ તા. ૫ : સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણથી ચિંતિત છે. શિયાળાની ઠંડી ઋતુએ પગરણ કરી દીધા છે. ત્યારે ફરી કોરોના માથુ ઉંચકે નહી તે માટે તકેદારીના ભાગરૂપે ફટાકડા ફોડવા પર પ્રતિતિબંધ લાદી દેવા જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળના પ્રમુખ દિપાબેન વી. કોરાટે માંગણી ઉઠાવી છે. લોકના આરોગ્યની જાળવણી અર્થે રાજયભરમાં આનો અમલ કરાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, કાયદામંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર પાઠવેલ છે.વડાપ્રધાનશ્રીને પણ નકલ રવાના કરેલ છે. લોકો પણ સ્વયંજાગૃતિ દાખવી આ દિવાળીએ ફટાકડા ફોડવાના ન્યુસન્સથી દુર રહે તેવો અનુરોધ જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળના દિપાબેન કોરાટ (મો.૯૪૨૬૫ ૦૦૨૦૫) એ અનુરોધ કરેલ છે.

(2:54 pm IST)