Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

યુવતિની મરજી વિરૂધ્ધ બળાત્કારના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. પ : બળાત્કારના કેસમાં આરોપીની જામીન અરજી સેસન્સ કોર્ટ એ મંજુર કરી હતી. કામના અરજદાર મુકેશ કાંતીલાલ મકવાણા રે. ભીમનગર શેરી નં.૮, કાલાવડ રોડ રાજકોટ  વાળા એ ગઈ તા. ૧૭/૦૯/૨૦૨૦ ના રોજ મૂટુકી રેસ્ટોરન્ટ પાસે આવેલ પંચાયતનગરમા  બનાવ બનેલ જયારે ફરીયાદી કણકોટ ગામ કાલાવડ રોડ રાજકોટ ખાતે રહેતી હતી. ફરીયાદી  ની સાથે અરજદાર ને પ્રેમ સંબંધ હોઈ ફરીયાદીની સગાઈ તેમના માતા પિતા એ અન્ય  જગ્યાએ કરેલ હોય જેથી ફરીયાદીએ અરજદાર આરોપી સાથે સબંધ તોડી નાંખેલ હોય તેમ  છતા અરજદાર આરોપીએ ફરીયાદીની મરજી વિરૂધ્ધ બળજબરીથી બળાત્કાર કર્યા સબબ ની  ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ.   

ફરીયાદના અનુસંધાને તપાસ કરનાર અમલદાર એ તપાસના કામમાં અરજદાર /  આરોપી મુકેશ કાંતીલાલ મકવાણા ની ધરપકડ કરી જેલ હવાલે કરેલ ત્યાર બાદ અરજદાર એ  તેમના વકીલ મારફત રાજકોટની સેસન્સ અદાલતમાં જામીન ઉપર છુટવા જામીન અરજી  દાખલ કરેલ આ જામીન અરજીની સુનવણી દરમ્યાન અરજદારના વકીલ એ દલીલ કરેલ કે  અરજદાર ને ફરીયાદીને પ્રેમ સબંધ હોય ફરીયાદીના માતા પિતા એ શ્નદ્બચજ્રાદ્ગક ઈચ્છા વિરૂધ્ધ  સગાઈ કરેલ હોય અને તેથી માતા પિતા ના દબાણમાં આવી હાલની આ ખોટી ફરીયાદ દાખલ  કરેલ છે તેઓ ને જયુડીશ્યલ કસ્ટડીમાં રાખવાથી તેમની કેરીયડ્ ઉપર અસર થશે અરજદાર  કયાંય નાશી ભાગી જાય તેમ નથી. તેમજ અરજદારના એડવોકેટ શ્રી મનીષ એચ. ખખ્ખર એ  જુદી જુદી હાઈકોર્ટ ના જજમેન્ટ રજુ કરેલ. જયારે સરકાર પક્ષ તરફથી દલીલ કરવામા આવેલ  કે સમાજમાં આવા પ્રકારના ગુન્હાઓ વધતા જતા રહે છે તેમજ અરજદાર / આરોપી પરણેલ  હોવા છતા ફરીયાદી સાથે બળજબરી કરેલ હોય તેમજ આજીવન સજાને પાત્ર ગુનાના આરોપ  હોય જેથી હાલની જામીન અરજી' રદ કરવા દલીલ કરેલ. બંન્ને પક્ષોની દલીલો સાંભળી   સેસન્સ જજ સાહેબ એ અરજદાર / આરોપીની જામીન અરજી મંજુર કરી જામીન ઉપર મુકત  કરવા હુકમ કરેલ છે.

આ કામમા અરજદાર / આરોપી વતી રાજકોટ ના એડવોકેટ શ્રી મનીષ. એચ. ખખ્ખર,  કિરીટસિંહ જાડેજા, દિવ્યેશ મહેતા, સુરેશભાઈ પંડયા તથા આસીસટન્ટ તરીકે અલય એમ.  ખખ્ખર, ધર્મશ જે. ખીમસુરીયા રોકાયેલ, પ્રધ્યુમનસિંહ જાડેજા હતા.

(2:54 pm IST)