Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

શકિતની દવામાં વધુ કલર નીકળી પડતા રાા લાખનો દંડ ફટકારતા પંડયા

મેડીકલ સ્ટોર્સ-ડીલર અને કંપની ત્રણેયની સામે કાર્યવાહી

રાજકોટ તા. પ :.. એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેરાળાની કોર્પ કોપસ્ટી ફાર્મા કંપનીની હેલ્થ માટેની શકિતની દવામાં કલરનું પ્રમાણ વધારે જણાતા-કેસ ચાલી જતા રાા લાખનો દંડ ફટકારાયો છે.

તેમણે જણાવ્યું હતું કે અંદાજે ૧ મહિના પહેલા ફુડ એન્ડ ડ્રગ ખાતાએ નમુના લીધા હતાં, લેબોરેટરી પૃથ્થકરણ દરમિયાન આ દવામાં કલરનું પ્રમાણ વધારે જણાયું હતું. પરીણામે ગોંડલની સોહમ મેડીકલ એજન્સીને ૩૦ હજાર, મુંબઇની કોર્પ - ફાર્મ, એજન્સી ડીલરને ૧ લાખ, તથા કેરાળાની ઉપરોકત ફાર્મા કંપનીને ૧ લાખ રપ હજાર મળી કુલ ર લાખ પપ હજારનો દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરાઇ છે.

(2:52 pm IST)