Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

વાલ્મીકી વાડીમાં તીનપતીનો જુગાર રમતા છ પકડાયા

પ્ર.નગર પોલીસનો દરોડોઃ રૂ. ૧૦,૭૦૦ની રોકડ સહીતની મતા કબ્જે

રાજકોટ, તા., ૫: શહેરના જામનગર રોડ પર વાલ્મીકી વાડીમાં પ્ર.નગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જામનગર રોડ વાલ્મીકી વાડીમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.પટેલ તથા કોન્સ. અક્ષયભાઇ ડાંગરને બાતમી મળતા પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયરાજસિંહ, કુલદીપસિંહ, અક્ષયભાઇ, અશોકભાઇ તથા મહાવીરસિંહ સહીતે વાલ્મીકીવાડી શેરી નં. ૧/૪ ના ખુણે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા વાલ્મીકી વાડીના સુરેશ કાનજીભાઇ નૈયા (ઉ.વ.૪પ), સંજય છગનભાઇ વાઘેલા (ઉ.વ.૩૪), સાગર હસમુખભાઇ વાઘેલા (ઉ.વ.ર૮), વિનોદ બિજલભાઇ જેઠવા (ઉ.વ.પર), સુરેશ ગોવિંદભાઇ બારૈયા (ઉ.વ.પર) અને સંજય જયંતીભાઇ મકવાણા  (ઉ.વ.૩ર)ને પકડી લઇ રૂ. ૧૦,૭૦૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:44 pm IST)