Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ચોરીના ગુનામાં જેલમાંથી પેરોલ જંપ કરનાર દેવાંગ મુલીયાણા પકડાયો

રાજકોટ, તા., ૫: યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારની ચોરીના ગુનામાં જેલમાંથી પેરોલ રજા પર ગયા બાદ ફરાર શખ્સને યુનિવર્સિટી પોલીસે રૈયાધારમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી  મનોજ અગ્રવાલે પેરોલ રજા પર છુટયા બાદ ફરાર કેદી તથા અન્ય ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી  પાડવા માટે સુચના આપતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ડોડીયા, જેન્તીગીરી ગૌસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા તથા કૃષ્ણદેવસિંહ ઝાલા સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. હરપાલસિંહ અને જેન્તીગીરીને મળેલી બાતમીના આધારે ચોરી ગુનામાં જેલમાંથી પેરોલ રજા પર ગયા બાદ ફરાર દેવાંગ વિશ્વાસભાઇ મુલીયાણા (ઉ.વ.૧૯) (રહે. મચ્છુનગરની સામે રૈયાધાર મફતીયાપરા)ને રૈયાધાર રાણીમાં રૂડીમા ચોક પાસેથી ઝડપી લીધો હતો.

(2:44 pm IST)