Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

૧૩ હેડકોન્સ્ટેબલ અને ૩૩ કોન્સ્ટેબલને દિવાળી ભેટઃ પ્રમોશન આપવામાં આવ્યા

ચેતનસિંહ ચુડાસમા, અમૃતભાઇ મકવાણા, અજીતસિંહ પરમાર, મુળજીભાઇ સોલંકી, પ્રદિપસિંહ રાણા, અશ્વિનગીરી ગોસ્વામી, ચંદ્રસિંહ ચાવડા સહિતને આસી. સબ ઇન્સ. તરીકે બઢતી

રાજકોટ તા. ૫: શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે શહેર પોલીસમાં ફરજ બજાવતાં ૧૩ હેડકોન્સ્ટેબલ અને ૩૩ કોન્સ્ટેબલને પ્રમોશન આપતાં આ તમામને દિવાળી ગિફટ મળી હોય તેવી ખુશી છવાઇ ગઇ છે.

જે તેર હેડકોન્સ્ટેબલને આસી. સબ ઇન્સ. (એએસઆઇ) તરીકે પ્રમોશન અપાયા છે તેમાં ડીસીબીના ચેતનસિંહ વી. ચુડાસમા, માલવીયાનગરના અમૃતભાઇ જી. મકવાણા, બી-ડિવીઝનના મુળજીભાઇ એ. સોલંકી, મહિલા પોલીસ મથકના અશ્વિનગીરી ગોસ્વામી, એ-ડિવીઝનના સુરેશભાઇ સિન્દે, ડીસીબીના અજીતસિંહ બી. પરમાર, કુવાડવા રોડના ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રમેશભાઇ વાઘેલા, આજીડેમના પ્રવિણભાઇ વાઘેલા, બી-ડિવીઝનના અમૃતભાઇ રાઠોડ, એસીબીના ચંદ્રસિંહ ચાવડા અને હેડકવાર્ટરના અનોપસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે.

જ્યારે ૩૩ કોન્સ્ટેબલને હેડકોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યા છે તેમાં હેડકવાર્ટરના ધીરૂભાઇ અઘેરા, સાયબર ક્રાઇમના ઇન્દ્રજીતસિંહ જાડેજા, બી-ડિવીઝનના ચંદ્રસિંહ જાડેજા, અજયકુમાર શુકલા, જતીન શુકલ સહિતનો સમાવેશ થાય છે. આમાંથી મોટા ભાગના હેડકવાર્ટરમાં ફરજ બજાવી રહ્યા છે.

(3:28 pm IST)