Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

એસટીને દિવાળી ફળીઃ ચિક્કાર ટ્રાફીકઃ લોકો ફરવા-વતને જવા રવાના

રાજકોટઃ. રાજકોટ એસ.ટી. ડિવીઝનનું દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલી તહેવાર ફળી ગયો છે. રાજકોટથી વતને જવા કે ફરવા જવા ચિક્કાર ટ્રાફીક ઉદ્ભવ્યો છે. લોકો ફરવા-વતને જવા રવાના થઈ રહ્યા છે. ૫૦થી વધુ એકસ્ટ્રા બસો મુકાઈ છે. ઓનલાઈન બુકીંગ પણ ૭૦ ટકા ઉપર પહોંચી ગયાનું અને રાજકોટ ડિવીઝનની આવક રોજની ૪૨ થી ૪૩ લાખ ઉપર પહોંચી ગયાનું અધિકારી વર્તુળોએ ઉમેર્યુ હતું. તસ્વીરમાં મુકાયેલ બસોની હારમાળા અને લોકો બાળકો સાથે ફરવા-વતને જવા રવાના થઈ રહ્યા છે તે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૮)

(4:20 pm IST)