Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ટાગોર વિદ્યામંદિરના આંગણે રાસ ગરબા

 નવરાત્રી ધ્‍યાને લઇ ટાગોર વિદ્યામંદિર રણછોડનગર દ્વારા વિદ્યાર્થી ભાઇ બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરાયુ હતુ. જેમાં પ્‍લે હાઉસથી લઇને ધો. ૧૨ ના વિદ્યાર્થી ભાઇ બહેનોએ ટ્રેડીશનલ ડ્રેસ પરીધાન કરી રાસોત્‍સવ માણ્‍યો હતો.  સારૂ પરફોર્મ કરનારને પ્રોત્‍સાહીત કરાયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના ટ્રસ્‍ટી જે. બી. ઠુમ્‍મર, સંચાલક નિરવ સર ઠુંમર, પ્રિન્‍સીપાલ પારૂલ મેડમ, ગોંડલીયા સર અને તમામ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.

(4:22 pm IST)