Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જીવનનગરમાં સોના-ચાંદીની લ્‍હાણી

 જીવનનગર વિકાસ સમિતી, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૪રમાં વર્ષના પ્રાચીન ગરબીની પુર્ણતાએ સામુહિક દિપ પ્રાગટય સાથે મહાઆરતીનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. બાળાઓને સોના-ચાંદીની લ્‍હાણી આપતા વાલીઓએ ખુશી વ્‍યકત કરી હતી. કપટ-અમાનવીયતા સામે માનવતાનો વિજય એટલે દશેરાની ઉજવણી સાથે અધર્મ ઉપર ધર્મના વિજય માટેના શપથ લેવામાં આવ્‍યા હતા. આગામી ૯ મી ઓકટોબરના રવિવારે રાત્રીના ૯ કલાકે શરદપુનમની દુધ-પૌઆનો સામુહિક પ્રસાદ સાથે ઉજવણી કરી બે રાસ-ગરબા નાના-મોટા સામુહિક કરી સુરનિધિ કરાઓકે ગ્રુપ દ્વારા સંગીત સંધ્‍યાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં જ્ઞાન જીવન, જીવનનગર, દેશળદેવપરા, અમી પાર્ક, શિવપરા, બ્રહ્મસમાજ, તીરૂપતી સોસાયટીના રહીશો ભાગ લેશે.

(4:14 pm IST)