Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રાજકોટમાં કાલે સીએનજી રેલી- બે દિ' કાર મેળો

પીંક ઓટોના મહિલા ડ્રાઇવરોને સન્માનીત કરાશે * મેળામાં સીએનજી કીટ લગાવનારને રૂ.૨૫૦૦નું ગેસ રીફીલીંગ ફ્રિ * લોકોને પર્યાવરણ તરફ જાગૃત કરવા ગુજરાત ગેસનો મુખ્ય ઉદેશ્ય

રાજકોટ તા. ૫ : શહેરના નાગરિકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ કેળવાય અને સીએનજી ગેસની ઉપયોગીતા સમજતા થાય તેવા ઉદેશ્યથી ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા તા. ૬ અને ૭ ના સી.એન.જી. રેલી તેમજ સી.એન.જી. કાર મેળો રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે યોજવામાં આવેલ છે.

ગ્રીન રાજકોટ, કલિન રાજકોટ, માય સ્માર્ટ રાજકોટ થીમ ઉપર યોજાનાર આ રેલીમાં ભાગ લેનાર 'પિંક ઓટો' ના મહિલા ડ્રાઇવરને પણ સન્માનીત કરવામાં આવનાર છે.

ઉપરાંત એકઝીબીશન ખાતે પી.એન.જી. ગ્રાહકો પોતાનું બિલ ભરપાઇ કરશે તો તેમને ૧૦૦ રૂપિયા સુધી પેટીએમ કેશબેક આપવામાં આવશે. તેમજ સી.એન.જી. કીટ લગાવનાર દરેક ગાડીના માલિકને રૂ.૨૫૦૦ નો સીએનજી. ગેસ રીફીલ કરી આપવામાં આવશે. કાર મેળામાં ભાગ લેનાર તમામ કાર ડીસ્ટ્રીબ્યુટર્સ દ્વારા વિવિધ પ્રકારની આકર્ષક ઓફર સહિત ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યુ છે.

સીએનજી કાર મેળાના માધ્યમથી નાગરિકો સી.એન.જી. નો વધારે ઉપયોગ કરે અને ગ્રાહકોમાં સ્વીકૃતિ મળે તે મુખ્ય ઉદેશ્ય છે. અગ્રણી ઓટોમોબાઇલ બ્રાન્ડનાં ઉપલબ્ધ વાહનોને ટેકનોલોજીની સાથે કાર મેળામાં પ્રદર્શિત કરવામાં આવશે. આ મેળામાં ગ્રાકકોને સી.એન.જી. સંબંધિત તમામ પ્રકારની માહીતી પૂરી પાડવામાં આવશે.

સીએનજી મેળામાં હુન્ડાઇ, બજાજ, ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, ટોયોટો, વિવિધ સીએનજી કીટ મેન્યુફેકચર્સ સહીત સીએનજી ટુ વ્હીલર મેન્યુફેકચર્સ ઉપસ્થિત રહેશે.

શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૦ કિ.મી. લાંબી રેલી યોજાશે. કાલે તા. ૬ ના રેસકોર્ષથી પ્રસ્થાન કરી સીવીલ હોસ્પિટલ ચોક, ત્રિકોણબાગ, યાજ્ઞીક રોડ, જિ.પં. સર્કલ, કિશાનપરા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, કોટેચા ચોક, કાલાવડ રોડ, નીલ દા ઢાબા, બાપા સીતારામ સર્કલ, આલાપ ગ્રીન સીટી, સાધુ વાસવાણી રોડ, યુનિ. રોડ, પુષ્કરધામ રોડ, યુનિ. રોડ થઇ ફરી રેસકોર્ષ રોડ પર આવી વિરામ પામશે.

રાજકોટને સ્માર્ટ સીટીની દોડમાં આગળ લઇ આવવા આ પ્રયાસ છે. બાદમાં ભાવનગર અને જામનગરમાં પણ આવી સીએનજી રેલી અને સીએનજી કાર મેળા યોજવા ગુજરાત ગેસની યાદીમાં જણાવાયુ છે.

(4:42 pm IST)