Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સામાકાંઠાના રોડ ટનાટન બનશેઃ મનીષ રાડિયા

ઇજનેરો સાથે બેઠક યોજી પેવર રોડ ઓકશન પ્લાનનો અમલ કરાવવા બાંધકામ ચેરમેનની તાકિદ

રાજકોટ તા. ૫ : મહાનગરપાલિકા દ્વારા ચાલુ સાલનું ચોમાસું પૂર્ણ થતા દિવાળી પહેલા રસ્તા કામો હાથ ધરવામાં આવનાર છે.

 ત્યારે ઈસ્ટ ઝોન વિસ્તારના વોર્ડના રસ્તા કામો હાથ ધરવામાં આવે છે. આ કામને તાત્કાલિક પૂર્ણ કરવા બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ સંબંધક સિટી એન્જીશ્રી સાથે મીટિંગ રાખેલ.

જેમાં, વોર્ડ નં.૪, ૫, ૬, ૧૫, ૧૬ અને ૧૮માં આમ કુલ ૦૬ વોર્ડમાં પેવર એકશન પ્લાન હેઠળ કામગીરી ચાલુ છે જે કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરેલ છે.

આ અંગે માહિતી આપતા તેઓશ્રી જણાવે છે કે, વધુમાં હાલ ચોમાસાની ઋતુ પૂર્ણ થતા, નવરાત્રી અને દિવાળી જેવા મોટા પર્વો નજીકના દિવસોમાં આવતા હોવાથી ઉપરોકત તમામ વોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેરોને દરેક વિસ્તારની સ્થળ મુલાકાત લઇ રસ્તામાં પેવર કામ, ડામર રીકાર્પેટ, મેટલીંગ કામ તથા પેચ વર્ક વહેલી તકે પૂર્ણ કરવા સુચના આપવામાં આવેલ છે. અને આ મીટિંગમાં ઈસ્ટઝોન વિભાગના સિટી એન્જી. ચિરાગ પંડ્યા તથા ઈસ્ટઝોન હેઠળ આવતા તમામ વોર્ડના ડેપ્યુટી એકઝી. એન્જીનીયર હાજર રહેલ હતા.(૨૧.૨૫)

(4:35 pm IST)