Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સ્વચ્છ મુખ અભિયાનઃ કાલે રાજકોટમાં રાજયકક્ષાની 'સ્માઇલ' કોમ્પીટીશનનો ફાઇનલ

રાજકોટ : ઇન્ડિયન મેડીકલ એસો. દ્વારા સ્વચ્છમુખ અભિયાન હેઠળ યોજાયેલી 'સ્માઇલ' કોમ્પીટીશનનાં ફાઇનલનું આવતીકાલે તા.૬ને શનિવારે બપોરે ૩ વાગ્યાથી આયોજન કરાયું છે. આ અંગે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા ઇન્ડિયન એસો. રાજકોટનાં હોદેદારો ડો. રચના ચોલેરા, ડો. બીમલ વસાણી, ડો. મીતા પટેલ તથા ડો. કિશોર રાઠોડે વિગતો રજુ કરતા જણાવ્યું હતું કે, ''સ્વચ્છ મુખ અભિયાન અંતર્ગત ઇન્ડિયન ડેન્ટલ એસોસીએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા આયોજિત સ્ટેટ લેવલની સ્માઇલ કોમ્પેટીશનના ફાઇનલ રાઉન્ડના આયોજન માટે ઇન્ડિયન ડેન્ટલ એસોસીએશન રાજકોટ બ્રાન્ચ પસંદગી પામેલ છે. આ સ્પર્ધા આયોજન કાલે તારીખ ૬ને શનિવાર બપોરે ૩ સ.શા.શ્રી ધર્મજીવનદાસજી હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે lda રાજકોટ બ્રાન્ચ, રાજયના તમામ પ્રતિયોગીને આવકારવા ઉત્સુક છે. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રેસીડેન્ટ ડો. બિમલભાઇ વસાણી(રાજકોટ), સીડીએચ ચેરમેન ડો. પ્રણવભાઇ ચંદારાણા(વડોદરા), ડો.ગોૈતમભાઇ મદાન (અમદાવાદ) અને જામનગર lda ના પ્રેસીડેન્ટ ડો. સીમાબેન ખન્ના તેમજ સેક્રેટરી ડો. રિમી તકવાની હાજર રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ બ્રાન્ચના પ્રેસીડેન્ટ ડો. વિપુલભાઇ કોટેચા, સેક્રેટરી ડો. ધર્મેન્દ્ર ચંદારાણા, CDH ચેરપર્સન ડો. રચના ચોલેરા, તેમજ CDHકમિટીના અન્ય ડોકટરોએ ખુબ જ જહેમત ઉઠાવી રહયા છેે. તસ્વીરમાં હોદેદારો સ્પર્ધાની વિગતો રજૂ કરી રહેલા દર્શાય છે.(૧.૧૮)

(4:26 pm IST)